વૈજ્ઞાનિકોએ કોરોનાને ‘બ્લૉક’ કરતી ૨૧ દવાઓને ઓળખી

26 July, 2020 12:46 PM IST  |  Mumbai Desk | Agencies

વૈજ્ઞાનિકોએ કોરોનાને ‘બ્લૉક’ કરતી ૨૧ દવાઓને ઓળખી

પ્રતીકાત્મક તસવીર

હાલ સમગ્ર દુનિયા જીવેલણ કોરોના વાઇરસની દવા શોધવામાં વ્યસ્ત છે ત્યારે એક સારા સમાચાર આવ્યા છે. વૈજ્ઞાનિકોએ એવી ૨૧ દવાઓને ઓળખી કાઢી છે જે કોરોના વાઇરસને રેપ્લિકેશન બનાવતા એટલે કે વાઇરસની સંખ્યા વધારતા અટકાવે છે. લૅબોરેટરી રીસર્ચમાં આવી ૨૧ દવાઓને ઓળખી કાઢવામાં આવી છે, આગળ જઈને આમાં કોઈ એકને અથવા તેના મિશ્રણ એટલે કે કૉમ્બિનેશન દ્વારા કોરોના સંક્રમિતોની સારવાર અંગે વિચારી શકાય છે.
આ સંશોધનમાં ઘણા વૈજ્ઞાનિકો સામેલ છે જેમાં ભારતીય મૂળના પણ વૈજ્ઞાનિકો છે. એમાં થોડાક સૈનફર્ડ બુરનમ પ્રીબિસ મેડિકલ ડિસ્કવરી ઇન્સ્ટિટ્યૂટના છે, જે અમેરિકાસ્થિત છે. આ રીસર્ચ જર્નલ નેચરમાં પ્રકાશિત થયો છે. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે ૨૧ દવાઓ વાઇરસને રેપ્લિકેશન બનાવતા બ્લૉક કરે છે, જે દવાઓ વાઇરસને રેપ્લિકેશન બનાવતા અટકાવે છે તેમાંથી ૧૩ દવાઓ પહેલાંથી જ ક્લિનિકલ ટ્રાયલ હેઠળ છે.

national news coronavirus covid19