ક્યાં વાપર્યા રાજ્ય સરકારે રૂ.71,563 કરોડ તેની નથી કોઈ નોંધ

14 October, 2014 11:02 AM IST  | 

ક્યાં વાપર્યા રાજ્ય સરકારે રૂ.71,563 કરોડ તેની નથી કોઈ નોંધ


સરકાર દ્વારા એક એક રૂપિયો કયાં વાપરવામાં આવે છે તેની નોંધ કેગને યુટીલાઈઝેશન સર્ટીફિકેટ દ્વારા આપવી ફરજીયાત છે,પણ મહારાષ્ટ્ર ગર્વમેન્ટ દ્વારા 2004-05 દરમ્યાન વપરાયેલી મહાકાય રકમ રૂ.71,563 કરોડ ક્યાં વપરાયા છે તેની કોઈ નોંધ નથી.આ અંગે સૂત્રો એવુ કહી રહ્યાં છે કે આટલી મોટી રકમનો કાં તો ઉપયોગ થયો અને કાં તો ગેરઉપયોગ થયો હોય.બની શકે છે આ રકમ નેતાઓના કે પછી સરકારી બાબુઓના ખિસ્સામાં ગઈ હોય.
 
મહારાષ્ટ્રમાં નવી સરકાર રચાવવાની છે, અને તે સમયે જ આ ખુલાસો થતા હવે પ્રશ્ન એ પણ ઉઠ્યો છે કે શુ નવી સરકાર આ મહાકાય રકમ ક્યાં ગઈ તેનો ખુલાસો કરી શકશે.કેગને રાજ્ય સરકારની તીજોરીમાંથી રૂ.71,563 કરોડ ક્યાં વપરાયા છે તેનો કેગ પણ ઉકેલ લાવવામાં સફળ રહ્યુ નથી.
 
સરકારે એક-એક રૂપિયો ક્યાં વાપર્યો છે તેનો રિપોટ યુટીલાઈઝેશન સર્ટીફિકેશન દ્વારા ફરજીયાત પણે રજૂ કરવો પડે કેગની વિંગ સામે.નાણાકીય વર્ષ 2004-05માં રૂ.71,563 કરોડ રૂપિયાની જંગી રકમ ક્યાં વપરાઈ છે તે અંગેનો રિપોર્ટ કેગને આપવામાં સરકારે સદંતર નિષ્ફળા દાખવી છે.
 
સરકારી સૂત્રો એવુ જણાવી રહ્યાં છે કે એ વાસ્તવિકતા છે કે રાજ્ય સરકારે યુસીએસ સબમીટ કરાવ્યુ નથી,જેના કારણે એ અંદાજો લગાવવો બેહદ મુશ્કેલ છે કે આ જંગી રકમનો દૂરઉપયોગ થયો છે કે પછી નાણાંકીય લાભ ખાંટવામાં આવ્યો છે.એક વરિષ્ઠ સરકારી ઓફિસરે સત્તાવાર રીતે એવુ કહ્યુ છે કે જો સરકાર એવુ કહે છે કે આ રકમ 2005ના પૂરમાં ખર્ચવામાં આવી છે તો હવે પ્રશ્ન એ છે કે તો શા માટે યુસીએસ સર્ટિફિકેટ સબમીટ કરવામાં ન આવ્યુ.બીજો સવાલ એ પણ છે કે આવા અનેક કેસો અત્યાર સુધીમાં થયા છે જેના સર્ટીફિકેટો હજી સુધી સબમીટ થયા નથી.

વધારે માહિતી માટે ક્લિક કરો http://www.mid-day.com પર.