મુલાયમ સિંહ સામે આવકથી વધુ સંપત્તિના કેસની તપાસ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

14 December, 2012 06:04 AM IST  | 

મુલાયમ સિંહ સામે આવકથી વધુ સંપત્તિના કેસની તપાસ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

કોર્ટે જોકે મુલાયમ સિંહની પુત્રવધૂ અને અખિલેશની પત્ની ડિમ્પલ યાદવ સામેની સીબીઆઇ તપાસ પાછી ખેંચવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં સીબીઆઇને તપાસનો અહેવાલ સરકાર નહીં પણ કોર્ટ સમક્ષ રજૂ કરવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે અગાઉ મુલાયમ સિંહના પરિવારજનો સામે આ કેસમાં સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો હતો. એ પછી મુલાયમ સિંહે ગયા વર્ષે ૧૭ ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. વિશ્વનાથ ચતુર્વેદી નામના વકીલે મુલાયમ સિંહના પરિવારજનો સામે આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવા બદલ તપાસની માગણી કરતી જાહેર હિતની અરજી કરી હતી. ચતુર્વેદી કૉન્ગ્રેસના નેતા હોવાનું કહેવાય છે. તેમની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે યાદવ સામે સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો હતો.