રાજ્યસભામાં સચિનના નૉમિનેશનને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

30 October, 2012 05:40 AM IST  | 

રાજ્યસભામાં સચિનના નૉમિનેશનને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

દિલ્હી અને અલ્ાાહાબાદની હાઈ કોર્ટમાં સચિનને રાજ્યસભાના સભ્ય બનાવવાના નિર્ણયને પડકારતી અરજી થઈ હતી. બાદમાં આ બન્ને અરજીઓ સુપ્રીમ કોર્ટને મોકલવાની માગણી અરજદારે કરી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અલ્તમસ કબીરે આ અરજીઓ સુનાવણી માટે હાથ પર લેવાને લાયક નહીં હોવાનું જણાવીને તેને ડિસમિસ કરી હતી. સચિનના નૉમિનેશનને પડકારતી અરજી કરનાર દિલ્હીના ભૂતપૂર્વ ધારાસભ્ય રામગોપાલ સિંહ સિસોદિયાએ એવી દલીલ કરી હતી કે ક્રિકેટરને રાજ્યસભાના સભ્ય તરીકે નૉમિનેટ કરવાની બંધારણમાં કોઈ જોગવાઈ નથી. તેમણે કહ્યું હતું કે બંધારણ માત્ર કળા, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને સાહિત્ય એમ ચાર જ કૅટેગરીની હસ્તીઓને રાજ્યસભા માટે નૉમિનેટ કરવાની પરવાનગી આપે છે તેથી રમતગમતની હસ્તીને આ સન્માન આપવું ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટે જોકે તેમની અરજી ડિસમિસ કરીને તેમને હાઈ કોર્ટમાં અપીલ કરવાની સલાહ આપી હતી.