સુપ્રીમ કોર્ટે તરુણ તેજપાલની અરજી ફગાવી, હવે ચાલશે યૌન શોષણનો કેસ

20 August, 2019 12:01 PM IST  | 

સુપ્રીમ કોર્ટે તરુણ તેજપાલની અરજી ફગાવી, હવે ચાલશે યૌન શોષણનો કેસ

તરુણ તેજપાલ

તહલકાના ભૂતપૂર્વ એડિટર તરુણ તેજપાલને સુપ્રીમ કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. કોર્ટે સોમવારે તેજપાલની અરજીને ફગાવતાં તેમની વિરુદ્ધ યૌન ઉત્પીડનનો કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે સુપ્રીમ કોર્ટે ગોવાની નીચલી કોર્ટમાં સુનાવણી પર લગાવવામાં આવેલી રોકને હટાવી દેવામાં આવી છે. કોર્ટે આદેશ આપ્યો કે ગોવાની નીચલી કોર્ટ ૬ મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરે.
તરુણ તેજપાલ પર મહિલા કર્મચારી પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે. ૨૦૧૭માં તેમની વિરુદ્ધ યૌન ઉત્પીડનના આરોપ ઘડવામાં આવ્યા હતા, જેને તેજપાલે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા. તેજપાલ પર ૨૦૧૩માં યૌન ઉત્પીડનનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : પ્રતિબંધ હોવા છતાં અલગાવવાદી નેતા સૈયદ ગિલાનીનું ઇન્ટરનેટ ચાલતું રહ્યું

યુવતીનો આરોપ હતો કે તરુણ તેજપાલે ગોવાની એક હોટેલમાં બળજબરી કરવાની કોશિશ કરી હતી. તેજપાલ વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ બાદ ૨૦૧૩ની ૩૦ નવેમ્બરે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

tarun tejpal national news supreme court