સીડબ્લ્યુસીમાં સરદારના અપમાનનો વિવાદ

19 October, 2021 09:35 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બીજેપીએ મૂક્યો કૉન્ગ્રેસ પર આરોપ, સોનિયા ગાંધીએ વાંધો કેમ ન ઉઠાવ્યો?

સોનિયા ગાંધી

બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ ગઈ કાલે એક પત્રકાર-પરિષદ કરીને કહ્યું હતું કે વિપક્ષ ભ્રમની રાજકારણ રમી રહ્યો છે. કૉન્ગ્રેસ જમ્મુ-કાશ્મીર જવા સંવેદનશીલ મુદ્દે ભ્રમ ફેલાવી રહી છે. કૉન્ગ્રેસ વર્કિગ કમિટી (સીડબ્લ્યુસી)ની બેઠકમાં તારિક હામિક કારાએ કહ્યું હતું કે નેહરુએ જમ્મુ-કાશ્મીરને ભારતમાં સામેલ કર્યું, જ્યારે સરદાર પટેલ મોહમ્મદ અલી ઝીણા સાથે મળીને કાશ્મીરને ભારતથી અલગ રાખવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. જમ્મુ-કાશ્મીર આજે ભારત સાથે છે તો માત્ર ને માત્ર નેહરુને કારણે છે.

સંબિત પાત્રાએ કહ્યું હતું કે સીડબ્લ્યુસીની બેઠકમાં સરદાર પટેલને વિલન તરીકે રજૂ કરવામાં આવી રહ્યા હતા ત્યારે શું સોનિયા ગાંધીએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો? કૉન્ગ્રેસમાં માત્ર એક પરિવારે બધું કર્યું, બાકીનાઓએ કંઈ નહીં એવો ઘાટ છે.

national news bharatiya janata party congress sonia gandhi sardar vallabhbhai patel