શારદા ચીટફંડઃકોલકાતા પોલીસ કમિશનરની આજે પણ થશે પૂછપરછ

10 February, 2019 11:31 AM IST  |  શિલોંગ

શારદા ચીટફંડઃકોલકાતા પોલીસ કમિશનરની આજે પણ થશે પૂછપરછ

શારદા ચીટ ફંડ કૌભાંડ મામલે કોલકાતા પોલીસ કમિશનર રાજીવકુમારની આજે પણ પૂછપરછ થશે. સીબીઆઈની ટીમ સતત બીજા દિવસે તેમની પૂછપરછ કરશે. પોલીસ કમિશનર રાજીવકુમારની સાથે સાથે તૃણમુલ કોંગ્રેસના સાંસદ કૃણાલ ઘોષને પણ પૂછપરછ માટે બોલાવાયા છે. શિલોંગ ઓફિસમાં બંનેની પૂછપરછ કરવામાં આવશે.

શનિવારે પણ આખો દિવસ રાજીવકુમારની પૂછપરછ કરાઈ હતી. મળતી માહિતી મુજબ રાજીવ કુમાર સહિત પશ્ચિમ બંગાળ પોલીસના ત્રણ અધિકારીઓની સવારે 11થી સંજે 7.30 વાગ્યા સુધી સતત પૂછપરછ કરાઈ હતી.

આ પણ વાંચોઃ એક સમયે મમતાના વિરોધી હતા રાજીવકુમાર, જાણો કેવી રીતે બન્યા ખાસ ?

પૂછપરછ માટેની પૂછપરછ માટેની ટીમમાં એક SP, 3 DySP, 3 DSP અને 3 ઈન્સ્પેક્ટર સ્તરના અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે. તટસ્થતા બનાવી રાખવા માટે અલગ-અલગ રાજ્યોના અધિકારીઓને લઈને ટીમની રચના કરવામાં આવી છે. આ દસ સભ્યોની ટીમ ચીટફંડ ગોટાળાની તપાસનું નેતૃત્વ કરશે. પોલીસ કમિશ્નરની પૂછપરછ વિશે સીબીઆઈ પત્રના માધ્યથી રાજ્ય સરકારને જાણકારી આપી દીધી છે.

national news saradha scam