શારદા ચિટ ફંડ: રાજીવ કુમાર પહોંચ્યા શિલોંગની સીબીઆઈ ઓફીસ

09 February, 2019 12:07 PM IST  | 

શારદા ચિટ ફંડ: રાજીવ કુમાર પહોંચ્યા શિલોંગની સીબીઆઈ ઓફીસ

સીબીઆઈ ઓફીસમાં પૂછપરછ

શારદા  ચિટફંડ કૌભાંડ મામલે તપાસને લઈને કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમાર શિલોંગની સીબીઆઈ ઓફીસ પહોંચ્યા છે. અહી રાજીવ કુમારની પૂછપૂરછ કરવામાં આવશે. આ માટે સીબીઆઈના ડાયરેક્ટર ઋષિ કુમાર શુક્લાએ દસ સભ્યો ટીમ બનાવી છે. પૂછપરછ માટે રાજીવ કુમાર શિલોંગ પહોંચ્યા છે. એક અધિકારીએ કહ્યું હતું કે, અહી સીબીઆઈ કાર્યાલયમાં અને કોઈ અન્ય અજ્ઞાત જગ્યાએ પણ રાજીવ કુમાર સાથે પૂચપરછ કરવામાં આવી શકે છે.

જાણકારી અનુસાર, આ ટીમમાં એક પોલીસ કમિશ્નર અને 3 એડિશનલ કમિશ્નર, 3 ડીએસપી અને 3 ઈન્સપેક્ટર સ્તરના અધિકારીઓની નિમણુક કરવામાં આવી હતી. તટસ્થતા બનાવવા માટે અલગ અલગ રાજ્યોના અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. દસ સભ્યોની આ વિશેષ ટીમ શારદા ચિટ ફંડ કૌભાડની તપાસનુ નેતૃત્વ કરશે. પોલીસ કમિશ્નર રાજીવ કુમાર સાથે પૂછપરછ કરવા અંગે સીબીઆઈએ પત્ર લખી જાણકારી આપી હતી.

 

આ પણ વાંચો: સઊદીના ક્રાઉન પ્રિન્સે જ આપ્યા હતા પત્રકાર ખશોગીને મારવાના આદેશ!

 

બોલાવી શકાય છે બધા આરોપીઓને

સૂત્રો અનુસાર શારદા અને રોજવૈલી સહિત અન્ય ચિટફંડ કૌભાંડ મામલે બીજા બધા આરોપીઓને બોલાવી પૂછપરછ કરવામાં આવી શકે છે. દિલ્હીમાં સીબીઆઈ નિદેશક ઋષિ કુમાર શુક્લા અને વિશેષ ટીમ વચ્ચે બેઠક થઈ હતી અને આ વિશે એક યાદી તૈયાર કરવામાં આવી છે. જેમા અલગ અલગ રાજકીય દળોના નેતાઓના નામ પણ સામેલ છે. અન્ય યાદીમાં સામેલ બે આરોપીઓને ટૂંક સમયમાં જ પૂછપરછ માટે બોલાવી શકે છે.