UPમાં BJPએ આવતાની સાથે જ રેપિસ્ટ મંત્રી ગાયત્રી પ્રજાપતિને દબોચ્યા

16 March, 2017 04:26 AM IST  | 

UPમાં BJPએ આવતાની સાથે જ રેપિસ્ટ મંત્રી ગાયત્રી પ્રજાપતિને દબોચ્યા


બળાત્કારના એ કેસમાં અન્ય છ જણની ધરપકડ અગાઉ કરવામાં આવી હતી. ૪૯ વર્ષના ગાયત્રી પ્રજાપતિને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (pocso) ઍક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેમને ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં રિમાન્ડ પર રાખવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ ગયા ફેબ્રુઆરી મહિનામાં ગાયત્રી પ્રજાપતિ અને તેમના છ સાથીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવ્યો હતો. પ્રજાપતિ અને તેમના સહયોગીઓ પર એક મહિલા પર સામૂહિક બળાત્કાર કરવાનો અને તેની સગીર વયની દીકરી પર બળાત્કારનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

જોકે પોલીસ ધરપકડ બાદ ગાયત્રી પ્રજાપતિને અદ્યતન કારમાં લઈ ગઈ હતી. પ્રજાપતિને એ સગવડ આપવા સામે સમાજવાદી પાર્ટીના વિરોધીઓએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. ગાયત્રી પ્રજાપતિને લ્શ્સ્માં લઈ જતા ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા અને ન્યુઝ-ચૅનલ્સ પર વહેતા થતાં પ્રજાપતિને કોર્ટમાં લઈ જતી વખતે પોલીસના વાહનમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

તાજેતરની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં અમેઠીની બેઠક પર સમાજવાદી પાર્ટી તરફથી ઉમેદવારી કરનારા ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ BJPના ઉમેદવાર સામે હારી ગયા હતા.

ગાયત્રી પ્રજાપતિ સામે વૉરન્ટ બહાર પાડવામાં આવ્યા પછી તરત તેઓ ફરાર થઈ ગયા હતા. તેમને દેશ છોડીને જતા રોકવા માટે તેમનો પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ગાયત્રી પ્રજાપતિ છેલ્લે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરતા જોવા મળ્યા હતા. અમેઠીમાં તેમની પ્રચારસભાને મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે સંબોધી એ વખતે પણ તેઓ હાજર હતા. ગાયત્રી પ્રજાપતિએ તેમની ધરપકડ પર સ્ટે-ઑર્ડર મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી ફગાવી દેતાં જજે તેમને સંબંધિત કોર્ટમાં અરજી કરવા જણાવ્યું હતું.