04 May, 2025 07:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાંઈબાબાના મંદિર
શિર્ડીમાં આવેલા સાંઈબાબાના મંદિરનું સંચાલન કરતા સાંઈ સંસ્થાનને ગઈ કાલે સવારે એક ઈ-મેઇલ મળી હતી જેમાં સાંઈબાબાના મંદિરને પાઇપ-બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો અને પોલીસે મંદિરની આસપાસ સઘન તપાસ શરૂ કરી હતી.
શિર્ડી પોલીસના જણાવ્યા મુજબ સાંઈ સંસ્થાનને સવારે ઈ-મેઇલ મળી હતી જેમાં લખ્યું હતું : ‘ફર્સ્ટ પહલગામ, નેક્સ્ટ શિર્ડી. સાંઈબાબા કે મંદિર કો પાઇપ-બૉમ્બ સે ઉડા દેંગે.’
આ ઈ-મેઇલ કર્ણાટકથી આવી હોવાનું જણાઈ આવ્યું છે. ધમકીભરી ઈ-મેઇલમાં તામિલનાડુના કોઈ ઝફર સાદિક અને ઝફર સઈદ નામના બે આરોપી સામેની ફરિયાદ પાછી ખેંચવાની માગણી કરવામાં આવી છે.