આવતીકાલે મોદી મંત્રીમંડળનું વિસ્તરણ,બદલાઈ શકે છે ગૌડાનું મંત્રાલય

08 November, 2014 08:43 AM IST  | 

આવતીકાલે મોદી મંત્રીમંડળનું વિસ્તરણ,બદલાઈ શકે છે ગૌડાનું મંત્રાલય


નવી દિલ્હી,તા.8 નવેમ્બર

સરકાર ઈચ્છે છે કે ઈન્ફાસ્ટ્રકચરના ક્ષેત્રમાં ઝડપથી કામ થાય.સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે કે ભાજપ અને તેની સહયોગી પાર્ટી સાથે જોડાયેલા 10-15 નેતાઓ કેબિનેટ અને રાજ્યમંત્રીના પદ માટે રવિવારે પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરી શકે છે.

કેન્દ્ર સરકારના મંત્રીમંડળના વિસ્તરણ પહેલા એ વાતના સંકેત મળી રહ્યાં છે કે રેલ મંત્રી સદાનંદ ગૌડાનું મંત્રાલય બદલવામાં આવે તેવી શક્યતા છે.સરકાર ઈચ્છે છે કે ઈન્ફાસ્ટ્રકચરના ક્ષેત્રમાં ઝડપથી કામ થાય.સૂત્રો પાસેથી જાણકારી

પ્રધાનમંત્રી મોદી રેલ મંત્રાલયના કામમાં ગતી લાવવા ઈચ્છે છે.એ પણ ચર્ચા છે કે તેઓ તેમના કામથી પ્રસન્ન નથી.રેલવે મોદી સરકારના એજન્ડામાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દામાં સામેલ છે.ચૂંટણી અભિયાન દરમ્યાન અને પીએમ બન્યા બાદ મોદી અનેક વખત કહી ચુક્યા છે કે પબ્લિક ટ્રાંસપોર્ટનુ આધુનિકીકરણ,બુલેટ ટ્રેન અને સુવિધાઓ વધારવા તેમની પ્રાથમિકતા છે.

આ લોકો લઈ શકે છે મંત્રી પદના શપથ

મનોહર પરિકર,જેપી નડ્ડા,સુરેશ પ્રભાકર પ્રભુ,ચૌધરી વિરેન્દ્ર સિંહ,ગિરિરાજ સિંહ,હંસરાજ અહીર,સાંવર લાલા જાટ,જયંત સિન્હા,સાધ્વી નિરંજના,રાજીવ પ્રતાપ રૂડી,રામકૃપાલ યાદવ,રાજવર્ધન રાઠોર