07 February, 2025 11:18 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સચિન તેન્ડુલકર
સચિન તેન્ડુલકરે ગઈ કાલે પત્ની અંજલિ અને દીકરી સારા સાથે દિલ્હી જઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી તથા ત્યાર બાદ ‘રાષ્ટ્રપતિ ભવન વિમર્શ શૃંખલા’માં ભાગ લીધો હતો. આ વાર્તાલાપમાં સચિને ક્રિકેટર તરીકેની પોતાની સફરના કિસ્સાઓ દ્વારા મોટિવેશનના સિદ્ધાંતો શૅર કર્યા હતા.
આ ઇન્ટરઍક્ટિવ સેશનમાં ભાવિ સ્પોર્ટ્સપર્સન્સ અને જુદી-જુદી સ્કૂલો-કૉલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સચિને તેમની સમક્ષ ટીમવર્ક, બીજાની સંભાળ, બીજાની સફળતાની ઉજવણી, સખત મહેનત, માનસિક અને શારીરિક દૃઢતાનો વિકાસ જેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. સચિને કહ્યું હતું કે ભવિષ્યમાં સ્પોર્ટ્સસ્ટાર્સ દૂરના વિસ્તારોમાંથી, આદિવાસી જ્ઞાતિઓમાંથી અને જ્યાં બહુ સવલતો નથી એવા વિસ્તારોમાંથી આવશે. આ સત્ર પછી સચિને સ્ટુડન્ટ્સ સાથે સેલ્ફી લીધો હતો.