પદ પરથી હટાવાયા બાદ સચિન પાઇલટે બદલી પોતાની ટ્વિટર પ્રૉફાઇલ, કહ્યું આ

14 July, 2020 08:59 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

પદ પરથી હટાવાયા બાદ સચિન પાઇલટે બદલી પોતાની ટ્વિટર પ્રૉફાઇલ, કહ્યું આ

સચિન પાઇલટે બદલી પોતાની ટ્વિટર પ્રૉફાઇલ

રાજસ્થાનમાં ચાલતી રાજકારણીય ઉથલપાથલ વચ્ચે કૉંગ્રેસે સચિન પાઇલટ પર કાર્યવાહી કરતાં તેમને ઉપ મુખ્યમંત્રી અને પીસીસી અધ્યક્ષ પદ પરથી હટાવી દીધા છે. પદ પરથી હટાવા દેવાના તરત બાદ પાઇલટે પોતાની ટ્વિટર પ્રૉફાઇળ પણ બદલી દીધી છે. રાજસ્થાનમાં કૉંગ્રેસની અશોક ગેહલોત સરકાર વિરુદ્ધ વિદ્રોહ કરતા નેતા સચિન પાઇલટે રાજ્યમાં રાજનૈતિર ઘટનાક્રમ પર પહેલી વાર પોતાની પ્રતિક્રિયા આપતા મંગળવારે કહ્યું કે સત્યને હેરાન કરી શકાય છે, પણ પરાજિત નહીં.

કૉંગ્રેસ નેતા સચિન પાઇલટે ટ્વીટ કર્યું છે કે સત્યને હેરાન કરી શકાય છે, પણ પરાજિત નહીં. તો કૉંગ્રેસની કાર્યવાહી પહેલા જ સચિન પાઇલટના નજીકના લોકો તેમજ રાજ્ય પર્યચન મંત્રીએ વિશ્વેન્દ્ર સિંહે પણ મંગળવારે સવારે શાયરાના અંદાજમાં પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે, "મેં બોલતા હું, તો ઇલ્ઝામ હૈ બગાવત કા, મેં ચુપ હું તો બડી બેબસી સી હોતી હૈ." આ ટ્વીટ ભાજપના પ્રદેશાધ્યક્ષ સતીશ પૂનિયાએ રિ-ટ્વીટ કર્યું હતું.

રાજસ્થાન સંકટ પર પાઇલટ તેમન તેમના સાથી નેતાઓ વિરુદ્ધ કૉંગ્રેસે કડક પગલાં લીધાં છે. પાઇલટને ઉપમુખ્યમંત્રી પદની સાથે-સાથે પાર્ટીના પ્રદેશાધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા. આ સિવાય પાઇલટ હાઉસના સરકારના બે મંત્રીઓ વિશ્વેન્દ્ર સિંહ ઇને રમેશ મીણાને પણ તેમના પદ પરથી તત્કાલ ખસેડી લેવામાં આવ્યા છે. આ નિર્ણય કૉંગ્રેસના વિધેયક દળની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : શું બચશે ગેહલોત સરકાર? જયપુર હોટેલમાં નથી આ 22 વિધેયકો

નોંધનીય છે કે રાજસ્થાન સંકટ પર કૉંગ્રેસે સતત બીજા દિવસે વિધેયક દળની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સચિન પાઇલટ અને તેમના સાથી વિધેયકો સામેલ થયા નહોતા.

national news sachin pilot Ashok Gehlot rajasthan indian politics