એસ. સોમનાથ ઇસરોના નવા ચીફ

13 January, 2022 12:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયન એરોસ્પેસ એન્જિનિયર અને રૉકેટ સાયન્ટિસ્ટ ડૉ. એસ. સોમનાથની ઇ​ન્ડિયન સ્પેસ રીસર્ચ ઑર્ગેનાઇઝેશનના નવા ચૅરમૅન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ડૉ. એસ. સોમનાથ


નવી દિલ્હી : ઇન્ડિયન અૅરોસ્પેસ એન્જિનિયર અને રૉકેટ સાયન્ટિસ્ટ ડૉ. એસ. સોમનાથની ઇ​ન્ડિયન સ્પેસ રીસર્ચ ઑર્ગેનાઇઝેશનના નવા ચૅરમૅન તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમણે કૈલાસવાદિવૂ સિવનને રિપ્લેસ કર્યા છે કે જેમની મુદત શુક્રવારે પૂરી થશે. કેન્દ્ર સરકારે ગઈ કાલે ડૉ. એસ. સોમનાથની સ્પેસ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી અને સ્પેસ કમિશનના ચૅરમૅન તરીકે નિમણૂક કરી હતી. તેમની મુદત ત્રણ વર્ષ માટે રહેશે. સોમનાથ લૉન્ચ વેહિકલ ડિઝાઇન સહિત સ્પેસની અનેક શાખાઓમાં નિષ્ણાત છે. લૉન્ચ વેહિકલ સિસ્ટમ્સ એન્જિનિયરિંગ, સ્ટ્રક્ચરલ ડિઝાઇન, સ્ટ્રક્ચરલ ડાયનેમિક્સ, ઇન્ટિગ્રેશન ડિઝાઇન્સ અને પ્રોસિડ્યુર્સ, મિકેનિઝમ ડિઝાઇન અને પાયરોટેક્નિક્સમાં તેઓ સ્પેશ્યલાઇઝ્ડ છે. તેઓ અત્યારે કેરળના તિરુવનંતપૂરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર છે. 

national news indian space research organisation