કૅબિનેટમાં ફેરબદલ પહેલાં જ વિદેશપ્રધાન ક્રિષ્નાનું રાજીનામું

27 October, 2012 06:43 AM IST  | 

કૅબિનેટમાં ફેરબદલ પહેલાં જ વિદેશપ્રધાન ક્રિષ્નાનું રાજીનામું




કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી ૮૦ વર્ષના ક્રિષ્નાને પ્રધાનપદની જવાબદારીમાંથી મુક્ત કરાયા હોવાનું કહેવાય છે. લોકસભાની ૨૦૦૯ની ચૂંટણીમાં યુપીએની જીત બાદ ક્રિષ્નાને વિદેશપ્રધાન બનાવવામાં આવ્યા હતા. હાલના વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન આનંદ શર્માને નવા વિદેશપ્રધાન બનાવવામાં આવે એવી અટકળો છે.

વડા પ્રધાન મનમોહન સિંહ તેમની ટીમમાં કેટલાક નવા ચહેરાઓને તક આપશે એવી પણ શક્યતા છે. આ ઉપરાંત સચિન પાઇલટ, જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા યુવાન પ્રધાનોને પ્રમોશન મળવાના પણ ચાન્સિસ છે. છેલ્લા કેટલાક દિવસોમાં એકથી વધુ વિવાદોમાં ઘેરાયેલા કાયદાપ્રધાન સલમાન ખુરશીદની ખુરશી સલામત રહેશે એવી પણ શક્યતા છે. પિશ્ચમબંગના કૉન્ગ્રેસના સિનિયર નેતાઓ કૅબિનેટમાં સ્થાન મેળવવા છેલ્લા કેટલાક દિવસોથી દોડધામ કરી રહ્યા છે. એમાં રાજ્યના પ્રદેશપ્રમુખ પ્રદીપ ભટ્ટાચાર્ય સૌથી આગળ છે. થોડા દિવસ પહેલાં જ તેઓ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મળ્યા હતા.

યુપીએ = યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ