રેપિસ્ટોને ૩૦ વર્ષની જેલ અને નપુંસક બનાવી દેવાનો પ્રસ્તાવ

31 December, 2012 03:26 AM IST  | 

રેપિસ્ટોને ૩૦ વર્ષની જેલ અને નપુંસક બનાવી દેવાનો પ્રસ્તાવ



દેશભરને શરમમાં મૂકનાર દિલ્હી ગૅન્ગ-રેપ જેવી ઘટનાઓ રોકવા માટે કૉન્ગ્રેસે અત્યંત આકરી સજાની ભલામણ કરી છે. કૉન્ગ્રેસે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે જે મહિલાઓની સુરક્ષા માટેનાં પગલાં સૂચવવા માટે રચાયેલા જસ્ટિસ વર્મા કમિશનને સોંપવામાં આવશે. આ ડ્રાફ્ટમાં બળાત્કારના દોષીઓને પેરોલ વિના ૩૦ વર્ષની જેલની સજા તથા તેમનું કેમિકલ કૅસ્ટ્રેશન કરવાનું સૂચન સામેલ કરવામાં આવ્યું છે. કેમિકલ કૅસ્ટ્રેશન એક એવી રાસાયણિક પ્રક્રિયા છે જે વ્યક્તિને નપુંસક બનાવી દે છે એટલે કે આ પ્રક્રિયા બાદ તે કાયમ માટે સેક્સની ઇચ્છા ગુમાવે છે એટલું જ નહીં, તેનું શિfન પણ ઉત્તેજિત થવાની ક્ષમતા ગુમાવી દે છે. દિલ્હી સહિત દેશભરમાં મહિલાઓની સુરક્ષા માટે થયેલા આંદોલન દરમ્યાન અનેક લોકોએ બળાત્કારીઓને સજાના ભાગરૂપ કેમિકલ કૅસ્ટ્રેશન કરવાનું સૂચન કર્યું હતું.

કૉન્ગ્રેસના ડ્રાફ્ટમાં રેપના કેસનો ફેંસલો ફાસ્ટ ટ્રૅક ધોરણે ૯૦ દિવસમાં જ આપી દેવાનું સૂચન પણ સામેલ છે. સોનિયા ગાંધીએ મહિલાઓ સામેના અપરાધ રોકવા માટે સખત સજાની ભલામણ કરી હતી. સરકારે સુપ્રીમ કોર્ટના ભૂતપૂવ ચીફ જસ્ટિસ જે. એસ. વર્માના વડપણ હેઠળ ત્રણ સભ્યોનું કમિશન રચ્યું છે, જે મહિલાઓના અપરાધ રોકવા માટેનાં સૂચનો આપશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જસ્ટિસ વર્મા કમિશન તેમનો અહેવાલ આપશે એ પછી કૉન્ગ્રેસ પાર્ટી સંસદનું વિશેષ સત્ર બોલાવવા કરતાં નોટિફિકેશન બહાર પાડવા સરકાર પર દબાણ લાવશે.