2G કેસની ચાર્જશીટમાં રુઇયા અને ખેતાન જેવા મોટાં માથાંઓનાં નામ

13 December, 2011 09:30 AM IST  | 

2G કેસની ચાર્જશીટમાં રુઇયા અને ખેતાન જેવા મોટાં માથાંઓનાં નામ



સીબીઆઇએ 2G કેસમાં ત્રીજી ચાર્જશીટ ફાઇલ કરી છે. આ લેટેસ્ટ ચાર્જશીટમાં એણે બે કંપનીના ટોચના પાંચ ઉદ્યોગપતિઓ પર કાવતરું ઘડવાના, બનાવટ કરવાના તેમ જ છેતરપિંડી આચરવાના આરોપ મૂક્યા છે. સીબીઆઇએ જે કંપનીઓના ઉદ્યોગપતિઓ પર આરોપ મૂક્યા છે એ  કંપનીઓ છે એસ્સાર અને લૂપ ટેલિકૉમ. સીબીઆઇએ એસ્સાર ગ્રુપના વાઇસ ચૅરમૅન રવિ  રુઇયા તથા ડિરેક્ટર અંશુમન રુઇયા, એસ્સાર ટેલિકમ્યુનિકેશન્સના સીઈઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર) વિકાસ સરાફ તેમ જ લૂપ ટેલિકૉમના પ્રમોટરો આઇ. પી. ખૈતાન અને કિરણ ખૈતાન પર ચાર્જશીટમાં આરોપ મૂક્યો છે.