પેટ્રોલના ભાવમાં ૧.૮૨ રૂપિયાનો ફરી વધારો

04 November, 2011 07:13 PM IST  | 

પેટ્રોલના ભાવમાં ૧.૮૨ રૂપિયાનો ફરી વધારો

 

છેલ્લો જે ભાવવધારો કરવામાં આવ્યો હતો એ સપ્ટેમ્બર મહિનામાં ૩ રૂપિયા ૧૪ પૈસા હતો. જોકે વિરોધપક્ષના નેતાઓએ પોતાનો મત જણાવવા માટે એક મિનિટ પણ મોડું કર્યું નહોતું.

ફૂડ ઇન્ફ્લેશન વધુ વકર્યો : શાકભાજી ૨૯ ટકા મોંઘાં થયાં

શાકભાજી, કઠોળ, ફળો અને દૂધ કોમનમૅનના ગજવામાં ઑર મોટા હોલ પાડી ૨૨ ઑક્ટોબરે પૂરા થયેલા અઠવાડિયામાં ફૂડ ઇન્ફ્લેશનનો આંક ૧૨.૨૧ ટકા પર પહોંચાડી દીધો છે. એ પૂર્વેના સપ્તાહમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબ્લ્યુપીઆઇ)થી મપાતો આ ફુગાવાનો દર ૧૧.૪૩ ટકા રહ્યો હતો.

સરકારે ગઈ કાલે જાહેર કરેલા આંકડા મુજબ શાકભાજી ૨૮.૮૯ ટકા, કઠોળ ૧૧.૬૫ ટકા, ફળો ૧૧.૬૩ ટકા અને દૂધ ૧૧.૭૩ ટકા યર ઑન યર કમ્પેરિઝને મોંઘાં થયાં હતાં.