દસ મહિના સુધી દર મહિને ડીઝલમાં ૧ રૂપિયો વધશે

28 December, 2012 06:02 AM IST  | 

દસ મહિના સુધી દર મહિને ડીઝલમાં ૧ રૂપિયો વધશે


જોકે આ વધારો એકસાથે નહીં થાય, પણ દર મહિને એક રૂપિયાનો વધારો કરવામાં આવશે અને એ દસ મહિના સુધી થશે. એ જ રીતે કેરોસીનમાં પણ લિટરદીઠ ૧૦ રૂપિયાનો વધારો થવાનો છે, પણ કેરોસીનનો વપરાશ ગરીબ લોકો કરતા હોવાથી એની કિંમતમાં આ ભાવવધારો બે વર્ષ દરમ્યાન કરવામાં આવશે. 

ચાલુ નાણાકીય વર્ષમાં ડીઝલ, કેરોસીન અને એલપીજીને એની પ્રોડક્શન-કૉસ્ટ કરતાં ઓછા ભાવે વેચવાને કારણે પડેલી ૧,૬૦,૦૦૦ કરોડ રૂપિયાની ખાધ પૂરવા આ પગલું લેવામાં આવશે. ઑઇલ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું કે ‘ખાધ પૂરી કરવા અમારી પાસે ભાવ વધાર્યા સિવાય કોઈ વિકલ્પ નથી. એથી પ્રોડક્શન-કૉસ્ટની સમાંતર ભાવ લાવવા અમે ડીઝલના ભાવમાં આવતા ૧૦ મહિનામાં દર મહિને લિટરદીઠ એક રૂપિયાનો વધારો કરવાનું વિચાર્યું છે.’

એલપીજી = લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ