મંત્રણાનો રાઉન્ડ નવમો: સરકાર તો તૈયાર, પણ‌ ખેડૂતો છે ઢચુપચુ

15 January, 2021 03:15 PM IST  |  New Delhi | Mumbai correspondent

મંત્રણાનો રાઉન્ડ નવમો: સરકાર તો તૈયાર, પણ‌ ખેડૂતો છે ઢચુપચુ

મંત્રણાનો રાઉન્ડ નવમો: સરકાર તો તૈયાર, પણ‌ ખેડૂતો છે ઢચુપચુ

કેન્દ્ર અને વિરોધકર્તા ખેડૂત યુનિયનના નેતાઓ વચ્ચે આઠમા રાઉન્ડની ચર્ચા દરમ્યાન ૧૫ જાન્યુઆરીએ ફરી મળી વાટાઘાટનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનના નેતાએ વચ્ચે ડિસેમ્બર મહિનાથી વાટાઘાટો શરૂ કરાઈ હતી. જોકે સુપ્રીમ કોર્ટ દ્વારા ત્રણ વિવાદાસ્પદ ફાર્મ લૉના અમલ પર સ્ટે મૂકી બન્ને પક્ષ વચ્ચે વાટાઘાટ માટે મધ્યસ્થી કરવા ચાર સભ્યોની કમિટીનું ગઠન કરતાં આજની મીટિંગ થવા વિશે અવઢવ છે.
કેન્દ્ર સરકાર કે ખેડૂત સંગઠનો તરફથી આજની મીટિંગ વિશે કોઇ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. તેમ છતાં, ખેડૂતોનો એક વર્ગ એવું માને છે કે સુપ્રીમ કોર્ટે કમિટીનું ગઠન કર્યું છે, જે તેમની વ્યથા સાંભળશે. આથી વાટાઘાટોના આઠ રાઉન્ડ જ્યારે નિષ્ફળ રહ્યા છે, ત્યારે સરકાર સાથે વધુ એક વાર વાટાઘાટ કરવાની કોઈ આવશ્યકતા રહેતી નથી.
રાજ્યના કૃષિ ખાતાના પ્રધાન પરશોત્તમ રૂપાલાનું માનવું છે કે આ સમસ્યાનો ઉકેલ માત્ર વાતચીતના માધ્યમથી જ લાવી શકાય એમ હોવાથી જોકે સરકાર વાટાઘાટ કાયમ રાખવાની તરફેણમાં છે.  

national news