બીજા દિવસે 2 કલાક થઈ વાડ્રાની પૂછપરછ, લંચ બાદ ફરી થશે કાર્યવાહી

07 February, 2019 03:57 PM IST  | 

બીજા દિવસે 2 કલાક થઈ વાડ્રાની પૂછપરછ, લંચ બાદ ફરી થશે કાર્યવાહી

ED કરી રહ્યું છે વાડ્રાની પૂછપરછ

લંડનમાં બેનામી સંપતિના મામલામાં ગઈકાલે રોબર્ટ વાડ્રાની લગભગ 6 કલાક સુધી પૂછપરછ થઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ પૂછપરછમાં ઈડીને સંતોષકારક જવાબો નથી મળ્યા. જેના કારણે આજે ફરી વાડ્રા ઈડી સમક્ષ હાજર થઈ રહ્યા છે. જણાવી દઈએ કે અદાલતના નિર્દેશઓ પર વાડ્રા ઈડી સમક્ષ હાજર થયા હતા. વાડ્રાના હજી બિકાનેર જમીન ગોટાળામાં પણ ઈડી સમક્ષ પૂછપરછ માટે રજૂ થવાનું છે.

લાઈવ અપડેટ્સ

-લંચ બાદ ફરી થશે વાડ્રાની પૂછપરછ

-વાડ્રાની સતત બે કલાક સુધી થઈ પૂછપરછ
-વાડ્રા બીજા દિવસે ફરીથી પૂછપરછનો સામનો કરવા ઈડીની ઑફિસ પહોંચ્યા છે. તેમના વકીલ પહેલેથી જ ત્યાં હાજર છે.

સવાલોના જવાબ આપવાથી બચી રહ્યા છે વાડ્રા
ઈડીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે જે રીતે રોબર્ટ વાડ્રા સાચા જવાબો આપવાથી બચી રહ્યા છે, તે બાદ કોર્ટ પાસેથી તેમને અટકાયત કરીને પૂછપરછ કરવાની મંજૂરી માંગી શકે છે. ઈડીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે રોબર્ટ વાડ્રાની મુખ્યત્વે લંડનની બેનામી સંપતિઓ વિશે પૂછપરછ થઈ રહી છે.

ભંડારી સામેની તપાસમાં ખુલ્યા રહસ્યો
સંજય ભંડારીની સામે વિદેશમાં છુપાવવામાં આવેલા કાળા ધનની તપાસ દરમિયાન આવકવેરા વિભાગને વાડ્રાની સંપતિઓની જાણકારી મળી હતી. શરૂઆતી પૂછપરછમાં સંજય ભંડારીએ લંડનની એક પ્રોપર્ટી વાડ્રા સાથે સંબંધિત હોવાનો સ્વીકાર કર્યો હતો. તે બાદ સંજય ભંડારી દેશમાંથી ફરાર થઈ ગયો હતો, પરંતુ આવકવેરા વિભાગ પાસેથી મળેલા દસ્તાવેજોના આધાર પર ઈડીએ વાડ્રા સામે તપાસ શરૂ કરી હતી.

ઈડી પાસે છે લંડનમાં સંપત્તિના પુરાવા
ઈડીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે વાડ્રા પાસે લંડનમાં બેનામી સંપત્તિ હોવાના પુરાવા મળ્યા છે. જે મામલે તેને સવાલો પુછવામાં આવી રહ્યા છે. તેમાં એક પ્રૉપર્ટી લંડનમાં આવેલા 12 બ્રાયંસ્ટન સ્કવાયર છે. 2010માં લંડન સ્થિત સુમિત ચઢ્ઢાએ વાડ્રાને મેઈલ કરીને સંપત્તિનું સમારકામ કરાવવાની જરૂર હોવાનું કહ્યું હતું. જેને વાડ્રાએ લીલીઝંડી આપી હતી. અને જ્યારે સુમિત ચઢ્ઢાએ પૈસા માંગ્યા ત્યારે વાડ્રાએ મનોજ અરોરાના માધ્યમથી પૈસા મોકલવાનું કહ્યું હતું.
મહત્વનું છે કે આ સંપત્તિ 2010માં સંજય ભંડારીના નામ પર હતી. સુમિત અને વાડ્રા વચ્ચે થયેલી ઈમેઈલની તમામ વિગતો સંજય ભંડારીને મોકલવામાં આવી રહી હતી. અને ત્યાંથી જ તે આવકવેરા વિભાગને મળી. મળતી માહિતી પ્રમાણે બાદમાં આ સંપત્તિ દુબઈના શિશિર થમ્પીને વેચવામાં આવી હતી. અને આ મામલે જ પૂછપરછ થઈ રહી છે.

robert vadra