રાજકારણમાં આવશે રોબર્ટ વાડ્રા, ફેસબુક પોસ્ટ દ્વારા આપ્યો સંકેત

24 February, 2019 12:44 PM IST  | 

રાજકારણમાં આવશે રોબર્ટ વાડ્રા, ફેસબુક પોસ્ટ દ્વારા આપ્યો સંકેત

રોબર્ટ વાડ્રા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાએ પણ રાજકારણમાં પદાર્પણ કરવાની વાત કરી છે. પ્રિયંકા ગાંધીએ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જવાબદારી સંભાળ્યા બાદ હવે તેમના પતિ રોબર્ટ વાડ્રા પણ રાજકારણમાં આવી શકે છે. વાડ્રાએ ફેસબુક પર પોસ્ટ કરીને કહ્યું,'મની લોન્ડરિંગ કેસમાં નામ હટ્યા બાદ હું દેશવાસીઓની સેવામાં કામ કરવા માગુ છું. '

રોબર્ટ વાડ્રાએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે,'દેશના લોકો આ રીતભાત જાણી ચૂક્યા છે, તેમને ખ્યાલ આવી ગયો છે કે આ આરોપોમાં કોઈ દમ નથી. લોકો મને મળીને મારા સારા ભવિષ્યની શુભકામના આપે છે. જે બાળકોને મેં મદદ કરી છે, તેમની પાસેથી હું ઘણું શીખ્યો છું, મજબૂત થયો છું.'

વાડ્રાએ કહ્યું કે,'વર્ષોની શિખામણો અને અનુભવ બેકાર ન જવા જોઈએ. તેનો સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. એકવાર મારા પરથી તમામ આરોપો હટી જાય પછી હું વધુ સારી રીતે લોકોની સેવા કરવામાં લાગી જઈશ.'

આ પણ વાંચોઃ 'આ તો ચાલતું રહેશે, હું મારું કામ કરીશ': પતિની પૂછપરછ મામલે પ્રિયંકા ગાંધી

તો આ દરમિયાન પણ વાડ્રાએ સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું કે,'એક દાયકા કરતા વધુ સમયથી મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા માટે મારા નામનો ઉપયોગ થાય છે.' ઉલ્લેખનીય છે કે શુક્રવારે રોબર્ટ વાડ્રાએ મની લોન્ડરિંગ મામલે પાંચમી વખત ઈડી સામે હાજરી આપી હતી. આ દરમિયાન 5 કલાક સુધી તેમની પૂછપરછ થઈ.

robert vadra national news