'આ તો ચાલતું રહેશે, હું મારું કામ કરીશ': પતિની પૂછપરછ પર પ્રિયંકા ગાંધી

13 February, 2019 10:50 AM IST  | 

'આ તો ચાલતું રહેશે, હું મારું કામ કરીશ': પતિની પૂછપરછ પર પ્રિયંકા ગાંધી

પતિની પૂછપરછ મામલે પ્રિયંકા ગાંધીનો જવાબ

કોંગ્રેસના નવનિયુક્ત મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે તેઓ પતિ રોબર્ટ વાડ્રાની પૂછપરછ મામલે ચિંતિત નથી. જ્યારે પ્રિયંકા ગાંધીને પતિની પૂછપરછ મામલે સવાલ કરવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, 'આવી પૂછપરછ તો ચાલતી જ રહેશે. હું મારું કામ કરતી રહીશ.' રોબર્ટ વાડ્રાએ કોઈ પણ ગેરરીતિ કરી હોવાનો કોંગ્રેસે ઈન્કાર કર્યો છે. સાથે કોંગ્રેસે એવો પણ આરોપ લગાવ્યો છે કે આ તપાસ ભાજપના ઈશારે થઈ રહી છે.


હાલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત પ્રિયંકા ચોપરાએ પતિની જયપુરમાં થઈ રહેલી પૂછપરછમાં સાથ આપવા માટે એક દિવસનો બ્રેક લીધો હતો. જે બાદ તેઓ ફરી લખનૌ પાછા ફર્યા છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનો ચાર્જ સોંપવામાં આવ્યા બાદ સોમવારે પ્રિયંકા ગાંધીએ લખનૌમાં મેગા રોડ શો કર્યો હતો. જે બાદ હવે પ્રિયંકા ગાંધી કાર્યકર્તાઓ સાથે બેઠક કરી રહ્યા છે.

બિકાનેર ફાયરિંગ રેન્જમાં જમીન કૌભાંડ મામલે રોબર્ટ વાડ્રાની ઈડીએ 9 કલાક સુધી પૂછપરછ કરી. જયપુરમાં થયેલી પૂછપરછ દરમિયાન વાડ્રાના માતા મૌરીન વાડ્રાને પણ સવાલ કરાયા. આ દરમિયાન બંનેએ પોતાની જાતને સાચા સાબિત કરવાની કોશિશ કરી. દિલ્હી અને જયપુરના 11 અધિકારીઓએ લગભગ વાડ્રાને 55 સવાલો પૂછ્યા.

આજે ફરી પૂછપરછ

ઈડીના અધિકારીઓએ વાડ્રાને આજે ફરી પૂછપરછ માટે બોલાવ્યા છે. વાડ્રાએ ગઈકાલની પૂછપરછમાં અધિકારીઓને કહ્યું તેમની કંપની સ્કાઈલાઈટ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડના અધિકારીઓએ દસ્તાવેજ જોયા બાદ જ જમીન ખરીદી હતી. તેમને નહોતી ખબર કે વચેટિયાઓએ મહેસૂલ વિભાગ સાથે મળીને બોગસ દસ્તાવેજ બનાવ્યા છે. તેમણે જમીન અંગેના કેટલાક દસ્તાવેજ પણ રજૂ કર્યા. જડો કે ઈડીના અધિકારીઓને વાડ્રાના જવાબથી સંતોષ નહોતો થયો.

આ પણ વાંચોઃ રોબર્ટ વાડ્રાને EDએ પૂછ્યા આટલા સવાલ, વાંચો લિસ્ટ

કેમ થઈ રહી છે પૂછપરછ ?

બિકાનેર જમીન કૌભાંડ મામલે જે કંપની પર આરોપ લાગી રહ્યા છે, તે કંપનીમાં રોબર્ટ વાડ્રા અને તેમના માતા મૌરીન વાડ્રા ડિરેક્ટર છે. ઈડીનું માનવું છે કે જે કંપનીને જમીન વેચાઈ તે પણ બોગસ કંપની છે. ઈડીને શંકા છે કે આ મામલે વાડ્રા બધું જ જાણતા હતા. ઈડીએ 2018માં કરેલા દરોડામાં ખુલાસો થયો હતો કે જમીન મહેશ નાગર દ્વારા ખરીદાઈ હતી. જેની પાવર ઓફ એટર્ની અશોક કુમાર નામના ડ્રાઈવરના નામે હતી. એટલે ઈડીને આ કેસમાં ગરબડની શંકા છે.

priyanka gandhi robert vadra