મની લૉન્ડરિંગ કેસમાં વાડ્રા ઈડી સમક્ષ હાજર થયા, ચુકાદો ૩ જૂને આવી શકે

31 May, 2019 11:12 AM IST  |  દિલ્હી

મની લૉન્ડરિંગ કેસમાં વાડ્રા ઈડી સમક્ષ હાજર થયા, ચુકાદો ૩ જૂને આવી શકે

રોબર્ટ વાડ્રા (File Photo)

કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીજાજી અને કૉન્ગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડ્રા ગુરુવારે સવારે એન્ર્ફોસમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ની કચેરીમાં હાજર રહ્યા હતા. વિદેશમાં ગેરકાયદે મિલકત ખરીદવાના કેસમાં કથિત મની લૉન્ડરિંગની આશંકાને પગલે પૂછપરછ માટે વાડ્રાને ઈડીએ સમન્સ પાઠવતાં તેઓ દિલ્હીમાં ઈડીની ઑફિસમાં હાજર થયા હતા.

વાડ્રાને તેનાં પત્ની પ્રિયંકા ગાંધી ઈડી ઑફિસ બહાર સવારે ૧૦.૩૦ વાગ્યે મૂકવા આવ્યાં હતાં. અગાઉ પણ કથિત મની લૉન્ડરિંગ કેસમાં સંખ્યાબંધ વખત ઈડી સમક્ષ હાજર થયા હતા. ઈડીએ તાજેતરમાં રૉબર્ટ વાડ્રાની ધરપકડ સામે મળેલા વચગાળાના જામીન રદ કરવા માગણી કરી હતી તેમ જ તેમના વિદેશપ્રવાસ પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું હતું. દિલ્હીની સ્થાનિક ર્કોટે વાડ્રાના વિદેશપ્રવાસની મંજૂરીની મૅટરમાં ચુકાદો ૩ જૂન સુધી સુરક્ષિત રાખ્યો છે.

ઈડીએ દિલ્હી હાઈ ર્કોટમાં એક અરજીમાં જણાવ્યું હતું કે વાડ્રા તપાસમાં સહયોગ આપતા ન હોવાથી તેમની કસ્ટડી જરૂરી છે અને ટ્રાયલ ર્કોટે આ ગુનાની ગંભીરતા વિશે ચર્ચા કરી નહોતી અને હાઈ પ્રોફાઇલ ઉદ્યોગપતિ વાડ્રાને રાહત આપી હતી.

આ પણ વાંચોઃ મની-લૉન્ડરિંગના મામલે રૉબર્ટ વાડ્રાને દિલ્હી હાઈ કોર્ટે મોકલી નોટિસ

વાડ્રાએ મની લૉન્ડરિંગના કથિત આક્ષેપોને રાજકીય કિન્નાખોરીથી પ્રેરિત ગણાવ્યા હતા અને રાજકારણમાં તેમને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યા હોવાનું રટણ કર્યું હતું.

robert vadra national news