રૉબર્ટ વાડ્રા ઍર-ટિકિટના પૂરા પૈસા નથી ચૂકવતા

30 November, 2014 05:56 AM IST  | 

રૉબર્ટ વાડ્રા ઍર-ટિકિટના પૂરા પૈસા નથી ચૂકવતા


રૉબર્ટ વાડ્રાએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં એમના પોતાના માટે, પોતાના એક સાથી મનોજ અરોરા માટે અને બાળકો તથા માતા માટે ઍરલાઇન તરફથી અનેક ફ્રી સુવિધાઓ મેળવી હતી. રૉબર્ટ વાડ્રા અને મનોજ અરોરાએ એમની ઇકૉનૉમી ક્લાસની ટિકિટોને કમસે કમ દસ વખત ફર્સ્ટ ક્લાસમાં અપગ્રેડ કરી હતી. રૉબર્ટ વાડ્રા અને એમનાં મમ્મીએ લંડન તથા મિલાનની ટ્રિપ આવી અપગ્રેડેડ ટિકિટો પર કરી હોવાનું પણ મૅગેઝિને જણાવ્યું હતું.