રોડ મિનિસ્ટ્રી દ્વારા પહેલી જાન્યુઆરીથી સેફ્ટી વીક

30 December, 2011 05:26 AM IST  | 

રોડ મિનિસ્ટ્રી દ્વારા પહેલી જાન્યુઆરીથી સેફ્ટી વીક



આ મુદ્દે વાત કરતાં યુનિયન રોડ ટ્રાન્સર્પોટ મિનિસ્ટર સી.પી. જોશીએ કહ્યું છે કે ‘૨૦૦૯માં દેશમાં થયેલા ૪.૮ લાખ જેટલા રોડ-ઍક્સિડન્ટમાં અંદાજે ૧.૨૫ લાખ વ્યક્તિઓ મૃત્યુ પામી છે. આંકડાઓ પરથી ખબર પડે છે કે ૮૦ ટકા જેટલા અકસ્માતોમાં ડ્રાઇવરનો વાંક હોય છે અને આ વાત જ દર્શાવે છે કે આપણા ડ્રાઇવિંગના અભિગમમાં બદલાવની જરૂર છે. આ કારણોસર વિભાગ દ્વારા પહેલી જાન્યુઆરીથી રોડ સેફ્ટી વીકનું આયોજન કરવામાં આવ્યું છે જેને સફળ બનાવવા માટે ટ્રાફિક-પોલીસ, ટ્રાન્સર્પોટ ઑથોરિટી, સ્કૂલો અને સ્વયંસેવી સંસ્થાઓની પણ મદદ લેવામાં આવશે. અમારો ઇરાદો નવી પેઢીને શક્ય એટલી વધારે જાગૃત બનાવવાનો છે.’