Road Accident: હિમાચલના કુલૂમાં મોટો રોડ અકસ્માત, 12ના મોત, 4 ઇજાગ્રસ્ત

04 July, 2022 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂચના મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આસપાસના લોકો સાથે મળીને બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મરણાંક વધી શકે છે.

પ્રતીકાત્મક તસવીર

હિમાચલ પ્રદેશના કુલૂ જિલ્લામાં મોટો રોડ અકસ્માત થયો છે. અકસ્માતમાં અત્યાર સુધી 12ના મોત થયા છે. ચાર ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂચના મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આસપાસના લોકો સાથે મળીને બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મરણાંક વધી શકે છે.

કારણકે પાંચથી છ વધુ મૃતદેહ બસ નીચે ફસાયેલા છે. તહેસીલદાર સૈંજ હીરાલાલે જણાવ્યું કે રાહત કાર્ય ચાલુ છે, માહિતી પ્રમાણે, કુલૂ જિલ્લાના સૈંજના શૈંશરમાં એક ખાનગી બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ છે. બસ જાંગલા ગામથી લગભગ 200 મીટર દૂર રોડ પરથી નીચે ખાડીમાં પડી ગઈ છે. અકસ્માતમાં અત્યાર સુધી 12 લોકોના મૃતદેહ ખાડીમાંથી કાઢવામાં આવ્યા છે. મૃતકોમાં એક વિદ્યાર્થી પણ સામેલ છે. તો ચાર ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાં બસ ડ્રાઇવર અને પરિચાલક સિવાય એક પ્રવાસી સામેલ છે.

કહેવામાં આવી રહ્યું છે કે મૃતદેહ બસની અંદર ફસાયેલા છે. જેમને કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેના પછી જ મૃતકોનો યોગ્ય આંકડો સામે આવશે. અકસ્માત સોમવારે સવારે 8.45 વાગ્યે થયો. બસ શૈંશરથી ઓટ જઈ રહી હતી. બસમાં કુલ 15થી વધારે પ્રવાસી હતા. ડેપ્યુટિ કમિશનર કુલૂ આશુતોષ ગર્ગે જણાવ્યું કે, બસ અકસ્માતમાં 12ના મોત થયા છે. ચાર ઇજાગ્રસ્ત છે. ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ બચાવ અબિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

પીએમ મોદીએ અકસ્માત પર વ્યક્ત કર્યો શોક
તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કુલૂ બસ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. પીએમએ ટ્વીટ કરીને કહ્યું કે હિમાચલ પ્રદેશના કુલૂમાં થયેલો અકસ્માત હ્રદયદ્રાવક છે. મારી સંવેદનાઓ શોક સંતપ્ત પરિવાર સાથે છે. આશા છે કે જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તે જલ્દી સ્વસ્થ થઈ જાય. સ્થાનિક પ્રશાસન પ્રભાવિત લોકોને દરેક શક્ય મદદ આપે છે. તો, મુખ્યમંત્રી જયરામ ઠાકુરે બસ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આખું પ્રશાસન ઘટનાસ્થળે છે અને બચાવકાર્યમાં જોડાયેલું છે.

national news himachal pradesh