નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પર વિવાદ: RJD-NCPએ કર્યો બહિષ્કાર, જાણો કોણે કર્યો વિરોધ

24 May, 2023 04:44 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને સતત રાજનૈતિક વિવાદ મચ્યો છે. અનેક રાજનૈતિક દળોએ 28 મેના થનારા સમારોહનો બહિષ્કાર કર્યો છે. આમાં રાષ્ટ્રીય જનતા દળ એટલે કે રાજદ અને રાષ્ટ્રવાદી કૉંગ્રસે પાર્ટી (એનસીપી) અને સમાજવાદી પાર્ટી (સપા)નું નામ જોડાઈ ગયું છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને સતત રાજનૈતિક વિવાદ મચ્યો છે. અનેક રાજનૈતિક દળોએ 28 મેના થનારા સમારોહનો બહિષ્કાર કર્યો છે. આમાં રાષ્ટ્રીય જનતા દળ એટલે કે રાજદ અને રાષ્ટ્રવાદી કૉંગ્રસે પાર્ટી (એનસીપી) અને સમાજવાદી પાર્ટી (સપા)નું નામ જોડાઈ ગયું છે.

રાષ્ટ્રપતિના અપમાનનો આરોપ
નોંધનીય છે કે, નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિને ન બોલાવવા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. નેતાઓનું કહેવું છે કે ભવનનું ઉદ્ઘાટન દ્રૌપદી મુર્મૂના હાથે ન કરાવીને પીએમ મોદી પાસેથી કરાવવું રાષ્ટ્રપતિનું અપમાન છે. આથી એક પછી એક રાજનૈતિક દળ સમારોહનો બહિષ્કાર કરતા જાય છે. આવો જાણીએ અત્યાર સુધી કઈ-કઈ પાર્ટી અને તેમના નેતાઓએ કાર્યક્રમમાં સામેલ ન થવાની વાત કહી છે.

આ રાજનૈતિક દળોએ કર્યો બહિષ્કાર
બુધવાર સવારથી જ રાજદે જાહેરાત કરી છે કે સમારોહનો બહિષ્કાર કરશે.
એનસીપી નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ નહીં થાય.
દ્રવિડ મુનેત્ર કડંગમ (ડીએમકે) નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરશે.
એઆઈએમઆઈએમએ પણ કરી બહિષ્કારની જાહેરાત, કહ્યું- લોકસભા અધ્યક્ષ કરે નવા ભવનનું ઉદ્ઘાટન.
નોંધનીય છે કે, તૃણમૂલ કૉંગ્રેસે સૌથી પહેલા સમારોહમાં સામેલ ન થવાની વાત કહી હતી.
ત્યાર બાદ આમ આદમી પાર્ટીએ પણ સમારોહમાં ન જવાની જાહેરાત કરી.
વિદુથલાઈ ચિરુથિગલી કાચી (વીસીકે) પણ 28 મેના થનારા નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં સામેલ નહીં થાય.
સપાએ બુધવારે બપોરે જાહેરાત કરી કે તે 28 મેના દિલ્હીમાં નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરશે.

AIMIM પણ નહીં થાય સામેલ
અખિલ ભારતીય મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આનું ઉદ્ઘાટન ન કરવું જોઈએ. જો લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન નહીં કરે તો અમે સમારોહમાં સામેલ નહીં થઈએ.

એનસીપીની જાહેરાત
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રવક્તાએ માહિતી આપી કે એનસીપી નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ નહીં થાય. પાર્ટીએ આ મુદ્દે અન્ય સમાન વિચારધારાવાળા વિપક્ષી દળો સાથે ઊભા રહેવાનો નિર્ણય લીધો છે.

ડીએમકેએ કહ્યું
ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું કે બધા વિપક્ષી દળોએ 28 મેના નવા સંસદ ભવનના ઉદ્ઘાટનના બહિષ્કારનો નિર્ણય લીધો છે અને અમે પણ એવું જ કરીશું. તો, દ્રવિડ મુનેત્ર કડ઼ગમ એટલે ડીએમકે પાર્ટીની સાંસદ તિરુચિ શિવાએ કહ્યું કે અમારી પાર્ટી પણ નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ નહીં થાય. અમે બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

બીઆરએસનો નિર્ણય હજી બાકી
બીઆરએસ સાંસદના કેશવ રાવનું કહેવું છે કે અમે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી, હજી નિર્ણય લેવાનો છે. તેમણે કહ્યું કે સમારોહમાં સામેલ ન થવાની વધારે શક્યતા છે. પણ પોતાના નિર્ણયની જાહેરાત કાલે કરીશું.

સંજય સિંહે કહી આ વાત
આપ નેતા અને રાજ્યસભા સાસંદ સંજય સિંહે કહ્યું કે સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મીજીને આમંત્રિત ન કરવા તેમનું અપમાન છે. આ ભારતના દલિત આદિવાસી અને વંચિત સમાજનું અપમાન છે. પીએમ મોદી તરફથી મહામહિમ રાષ્ટ્રપતિને આમંત્રિત ન કરવાના વિરોધમાં આમ આદમી પાર્ટી ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરશે.

ટીએમસીએ પીએમ મોદીને ઘેર્યા
લોકસબામાં ટીએમસીના નેતા સુદીપ બંદોપાધ્યાયે કહ્યું કે ટીએમસી 28 મેના નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરશે. રાજ્યસભામાં ટીએમસીના નેતા ડેરેર ઓ`બ્રાયનએ ટ્વિટર પર લખ્યું કે સંસદ ફક્ત એક નવી ઈમારત નથી. આ જૂની પરંપરાઓ, મૂલ્યો અને નિયમો સાથે એક પ્રતિષ્ઠાન છે. આ ભારતીય લોકતંત્રનો પાયો છે. વડાપ્રધાન મોદી કદાચ આ નથી સમજતા. તેમને માટે રવિવારે નવી ઈમારતનું ઉદ્ઘાટન "હું, મારું અને મારી માટે"થી વધારે કંઈ નથી. આથી અમે આની બહાર જ સમજજો. ભાકપાના મહાસચિવ ડી રાજાએ કહ્યું કે તેમની પાર્ટી સમારોહમાં સામેલ નહીં થાય.

આ પણ વાંચો : `અમે સંબંધ નિભાવનારા લોકો`...માતોશ્રીમાં ઠાકરેને મળ્યા કેજરીવાલ, કહ્યું...

આખરે કેમ નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને થઈ રહ્યો છે વિરોધ
હકીકતે, 28 મેના બપોરે 12 વાગ્યે પીએમ મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ મામલે કૉંગ્રેસ નેતાઓ અને અનેક અન્ય વિપક્ષી નેતાઓનું માનવું છે કે પીએમને બદલે રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન કરવું જોઈએ. કૉંગ્રેસનું કહેવું છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના હસ્તે જ થવું જોઈએ. મુર્મૂ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન લોકતાંત્રિક મૂલ્યો અને સંવિધાનિક મર્યાદા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતીક રહેશે. આ વચ્ચે સૂત્રોએ મંગળવારે કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઉદ્ઘાટનના અવસરે વધામણીના સંદેશ આપી શકે છે.

national news narendra modi droupadi murmu nationalist congress party rashtriya janata dal uddhav thackeray parliament