તેજ પ્રતાપે તેજસ્વીને કહ્યો દુર્યોધન ! વિરોધીઓને આપી ચેતવણી

07 April, 2019 07:19 PM IST  | 

તેજ પ્રતાપે તેજસ્વીને કહ્યો દુર્યોધન ! વિરોધીઓને આપી ચેતવણી

બળવા પર ઉતર્યા તેજ પ્રતાપ-તેજસ્વી યાદવ

રાષ્ટ્રીય જનતા દળ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવ એક તરફ બળવાની ચેતવણી આપી રહ્યા છે જ્યારે બીજી બાજુ પરિવાર સાથે ઉભા હોવાની વાત કરી રહ્યા છે. રાજદની સીટ વહેચણીમાં સન્માનજનક ભાગીદારી બાબતે પોતાના જ પરિવાર સામે બળવો કરી રહેલા તેજ પ્રતાપ યાદવે નામ લીધા વગર પોતાને અર્જુન અને ભાઈ તેજસ્વીને દુર્યોધન કહ્યો હતો. એક કાવ્યની પંક્તિઓ લખતા તેજ પ્રતાપે લખ્યુ હતું કે, જ્યારે નાશ આવે છે ત્યારે વિવેક મરી જાય છે. જ્યારે બીજી તરફ એ એમ પણ કહે છે કે તેમના અને પરિવાર વચ્ચે આવશે તો તેનો સર્વનાશ નિશ્ચિત છે.

ટ્વિટર પણ આપી કૃષ્ણની ચેતવણી

પહેલા પોતાને કૃષ્ણ અને તેજસ્વી યાદવને અર્જુન કહેનાર તેજ પ્રતાપ યાદવે ટ્વિટર પર રામધારી સિંહ દિનકરના કાવ્યની પંક્તિઓ શૅર કરી હતી. જેમા તેમણે તેમણે શ્રીમદ ભગવદ ગીતાનો એક ફોટો પોસ્ટ કરતા કાવ્યની પંક્તિઓ લખી હતી.

'दुर्योधन वह भी दे न सका,
आशीष समाज की ले न सका,
जो था असाध्य, साधने चला,
पहले विवेक मर जाता है।'
जब नाश मनुज पर छाता है,
उलटे हरि को बांधने चला.

 

આ પણ વાંચો: માયાવતીની મુસ્લિમોને અપીલ, ભાજપને હરાવવું છે તે કોંગ્રેસને ન આપે મત


બળવા પર ઉતર્યા તેજ પ્રતાપ-તેજસ્વી યાદવ

તેજ પ્રતાપના નિવેદનો પરથી લાગી રહ્યુ છે કે એક પોતાને કૃષ્ણ કહેનાર તેજ પ્રતાપ તેમના અર્જુનથી નારાજ છે અને હવે તેજસ્વીને દુર્યોધન કહેવાથી માહોલ ગરમાયો છે. આ પહેલા સીટોને લઈને લાલુ પ્રસાદ યાદવની ગેરહાજરીમાં ચર્ચા થઈ હતી અને તેજસ્વી યાદવની પસંદની 2 સીટોને લઈને વાત કરવામાં આવી હતી જે માનવામાં આવી ન હતી.

lalu prasad yadav