સબરીમાલા મંદિરમાં આવનારી સ્ત્રીઓને ઊભી ચીરી નાખવી જોઈએ

13 October, 2018 09:00 AM IST  | 

સબરીમાલા મંદિરમાં આવનારી સ્ત્રીઓને ઊભી ચીરી નાખવી જોઈએ

મલયાલમ ફિલ્મોના ઍક્ટર કોલ્લમ થુલસીએ કૃષ્ણે જરાસંધના કરેલા વધનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે સબરીમાલા મંદિરમાં દર્શન માટે જતી સ્ત્રીઓને ઊભી ચીરી નાખવી જોઈએ અને એનો એક ભાગ દિલ્હીમાં અને બીજો ભાગ કેરળના મુખ્ય પ્રધાનની તિરુવનંતપુરમની ઑફિસમાં મોકલવો જોઈએ.

સબરીમાલાના અય્યપ્પા મંદિરમાં તમામ ઉંમરની સ્ત્રીઓને પ્રવેશની છૂટ આપતા સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ વ્યક્ત કરવા કેરળના કોલ્લમ જિલ્લામાં મોરચાની સામે કોલ્લમ થુલસીએ ઉગ્રતા દાખવી હતી. મલયાલમ ફિલ્મોના ઍક્ટર કોલ્લમ થુલસીના મહિલાઓ, કેરળના મુખ્ય પ્રધાન અને સર્વોચ્ચ અદાલતના અપમાનરૂપ બયાનથી વિવાદનો મધપૂડો છંછેડાવાની શક્યતા છે.

દાયકાઓની પરંપરા તોડતો ચુકાદો આપીને સુપ્રીમ ર્કોટે ધાર્મિક રિવાજોમાં દખલ કરી હોવાનું મોરચામાં સામેલ થયેલા કટ્ટર હિન્દુઓએ જણાવ્યું હતું.