14 August, 2026 10:40 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીની એક સોસાયટીના પાર્કમાં CJPની મીટિંગ થઈ હતી.
જંતર મંતર-2ની જાહેરાત કર્યા પછી કૉક્રૉચ જનતા પાર્ટી(CJP)ના ફાઉન્ડર અભિજિત દીપકેએ તેની ટીમ સાથે મીટિંગ કરવા માટે દિલ્હીમાં કોઈ જગ્યા આપતું નથી એવી ફરિયાદો કરી હતી. BJPના દબાણને કારણે હૉલવાળા લોકો મીટિંગ માટે પણ જગ્યા ભાડે નથી આપતા એટલે તેમને પાર્કિંગમાં ખુલ્લામાં મીટિંગ કરવી પડે છે એવું વિક્ટિમ-કાર્ડ રમવાની કોશિશ કરી હતી. તેણે દિલ્હીમાં એક રેસિડેન્શ્યલ સોસાટીના પાર્કમાં ઝાડ નીચે જ CJPના લગભગ ૨૦-૨૫ સમર્થકો સાથે મીટિંગ કરી હતી. તેણે નેક્સ્ટ મિશનમાં હવે કોનું રાજીનામું લેવું જોઈએ એવું સમર્થકોને પૂછ્યું હતું. તેણે નરેન્દ્ર મોદીનું રાજીનામું લેવાની વાત કરીને માહોલ બનાવવાની કોશિશ કરી હતી. જોકે એ જ વખતે સોસાયટીના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને ‘આ જંતર મંતર નથી, અહીં કોઈ નૌટંકી નહીં ચાલે...’ એમ કહીને ત્યાંથી CJPવાળાઓને ખદેડ્યા હતા. સોસાયટીવાળાઓનો વિરોધ થતાં અભિજિત દીપકે ત્યાંથી કૅબ કરીને નૌ દો ગ્યારહ થઈ ગયો હતો.