ગણતંત્ર સ્પેશિયલ: ASAT અને અગ્નિ-5 મિસાઈલ કોઈપણ ટારગેટને નષ્ટ કરવામાં સક્ષમ

12 January, 2024 05:34 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ગણતંત્ર દિવસ 2024: એન્ટી સેટેલાઈટ વેપન અને અગ્નિ-5 મિસાઈલોને DRDOએ ડિઝાઈન કરી છે. આ મિસાઈલો દેશની સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વની છે.

અગ્નિ-5 મિસાઈલ માટે વાપરવામાં આવેલી તસવીર (સૌજન્ય મિડ-ડે)

ગણતંત્ર દિવસ 2024: એન્ટી સેટેલાઈટ વેપન અને અગ્નિ-5 મિસાઈલોને DRDOએ ડિઝાઈન કરી છે. આ મિસાઈલો દેશની સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વની છે.

ગણતંત્ર દિવસ 2024ના ખાસ અવસરે તમે વિમાન, યુદ્ધપોત, સૈન્ય ટૂકડીઓ વિશે જાણ્યું, જોયું અને વાંચ્યું હશે. આજે મિસાઈલ્સ વિશે જાણો અહીં. આજે તમને અહીં એવી બે મિસાઈલ વિશે જણાવીશું જે આ વખતે 26 જાન્યુઆરીની પરેડમાં કર્તવ્ય પથ પર જોવા મળશે. શરૂઆત ASAT (એન્ટી સેટેલાઈટ વેપન) દ્વારા આને શક્તિ નામ આપવામાં આવ્યું છે. આ મિસાઈલ મિનિટોમાં જ કોઈપણ ઉપગ્રહને શોધી શકે છે અને તેને નષ્ટ પણ કરી શકે છે. આની સ્પીડ 8 કિલો મીટર પ્રતિ સેકેન્ડની છે. (Republic Day 2024)

વિશ્વમાં ફક્ત ચાર દેશો પાસે જ છે આવી મિસાઈલ
આ મિસાઈલનું સફળ પરીક્ષણ 27 માર્ચ, 2019ના રોજ થયું. આના સફળ પરીક્ષણની સાથે જ ભારત સુપર-4માં સામેલ થયું હતું. આવી મિસાઈલ ભારત સિવાય અમેરિકા, રશિયા અને ચીન પાસે જ છે. આ મિસાઈલને અંતરિક્ષમાં સેટેલાઈટ પાડવાની ક્ષમતા પણ હાંસલ થયેલી છે. આ મિસાઈલે પૃથ્વીની નીચલી કક્ષામાં 300 કિલોમીટર દૂર પણ ઉપગ્રહને તોડી પાડ્યો છે. ખાસ વાત એ છે કે આની ટેક્નિક સંપૂર્ણ રીતે સ્વદેશી છે. આ 10 સેમીની સટીકતાની સાથે વાર કરવામાં સક્ષમ છે. આ મિસાઈલ હોવાને કારણે હવે કોઈપણ સેટેલાઈટ આપણી સીમામાં ઘૂસણખોરી કરી શકતી નથી. ગણતંત્ર દિવસના ખાસ અવસરે આ મિસાઈલનું પ્રદર્શન પણ કર્તવ્ય પથ પર જોવા મળશે.

આ મિસાઈલ વડે યુદ્ધની સ્થિતિમાં સેટેલાઈને પણ જામ કરવામાં આવી શકે છે. સાથે જ દુશ્મનોની સેટેલાઈટ બરબાદ પણ કરી શકાય છે. આની અસર તેના મિસાઈલ પ્રોગ્રામ પર પણ પડી શકે છે. આ મિસાઈલ ડીઆરડીઓએ તૈયાર કરી છે.

અગ્નિ-5 મિસાઈલ પણ છે ખૂબ જ ઘાતક
બીજી સૌથી ઘાતક મિસાઈલ છે અગ્નિ-5. આ મિસાઈપણ કોઈ રીતે ક્યાંયથી પણ ઉતરતી નથી. આની રેન્જ 5000 કિલોમીટરથી વધારે છે. એટલે કે ચીન-પાકિસ્તાન સુધી હુમલો કરવામાં સક્ષમ છે. આ મિસાઈલ પણ DRDOએ ડિઝાઈન કરી છે. આ સપાટી પર સપાટી પરથી હુમલો કરનારી બેલેસ્ટિક મિસાઈલ છે. આ આંતરમહાદ્વીપીય મિસાઈલ છે- એટલે કે એક મહાદ્વીપ પરથી બીજા મહાદ્વીપ પર હુમલો કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. આમાં દોઢ ટનના એટમી હથિયાર પણ લગાડવામાં આવી શકે છે.

એવી મિસાઈલો આંગળીના વેઢે ગણી શકાય તેવા દેશો પાસે છે. ભારત સિવાય, અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને ચીન પાસે એવી મિસાઈલો છે. ભારતની સૌથી લાંબો પ્રવાસ કરીને મારનારી મિસાઈલ. આનો નિશાન અચૂક છે અને આ ટારગેટને સંપૂર્ણ રીતે બરબાદ કરી દે છે.

republic day india national news new delhi