તહેવારની સીઝનમાં ટિકીટના ભાવમાં વધારા બાબતે રેલવે પ્રશાસને કહ્યું આ...

21 October, 2020 07:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તહેવારની સીઝનમાં ટિકીટના ભાવમાં વધારા બાબતે રેલવે પ્રશાસને કહ્યું આ...

ફાઈલ તસવીર

ભારતીય રેલવે (Indian Railway) તબક્કાવાર ટ્રેન સર્વિસમાં વધારો કરી રહી છે પરંતુ નાગરિકો રેલવેથી નારાજ છે કારણ કે ટિકીટના ભાવમાં વધારો થયો છે. એમ માનવામાં આવતુ હતુ કે રેલવેએ ટિકીટના ભાવમાં કાયમ માટે વધારો કર્યો છે, જોકે રેલવે પ્રશાસને આ બાબતે સ્પષ્ટતા આપી છે.

પ્રશાસને કહ્યું કે, સામાન્ય રીતે તહેવારોની સીઝન અને અન્ય ડિમાંડવાળી સીઝનમાં જે સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવે છે તેના ભાવ નિયમિત ટ્રેનોની સરખામણીએ વધુ જ હોય છે.

લૉકડાઉન બાદથી મર્યાદિત સંખ્યામાં જ ટ્રેનો દોડી રહી છે. જોકે તહેવારની સીઝનને ધ્યાનમાં રાખતા રેલવે અમૂક સ્પેશ્યલ અને ક્લોન ટ્રેનો પણ ચલાવી રહી છે, પરંતુ રેલવે આ ટ્રેનોની ટિકીટમાં નિયમિત ટ્રેનની સરખામણીએ 25થી 30 ટકા વધુ ભાડૂ વસૂલી રહી છે. ઉદાહરણ તરીકે, પટણાથી મુંબઈમાં સામાન્ય રીતે સ્લીપર કોચનું ભાડૂ 670 રૂપિયા હોય છે પરંતુ હાલ સ્પેશ્યલ અને ક્લોન ટ્રેનમાં 920 રૂપિયા આપવા પડે છે.

indian railways national news