જાણીતા અર્થશાસ્ત્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ કુલપતિ Y. K. અલઘનું નિધન

07 December, 2022 07:13 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

પ્રૉફેસર અલઘે 2006-2012 સુધી ઇન્સ્ટીટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ આણંદ (IRMA)ના અધ્યક્ષ તરીકે અને ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, ગાંધીનગરના કુલાધિતપતિ તરીકે પણ કામ કર્યું.

પ્રતીકાત્મક તસવીર

જાણીતા અર્થશાસ્ત્રી (Economist), પૂર્વ મંત્રી (Former Minister)  અને અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇકોનૉમિક એન્ડ સોશિયલ રિસર્ચના (Sardar Patel Institute Of Economic And Social Research) એમેરિટસ પ્રૉફેસર (Emeritus Professor) યોગિંદર કે. અલઘનું (Yoginder K. Alagh) મંગળવારે 83 વર્ષની વયે અમદાવાદ સ્થિત તેમના ઘરે નિધન થયું.  તેમના દીકરા પ્રૉફેસર મુનીશ અલઘે (Son Proffesor Munish Alagh) કહ્યું કે, "તેમનું સ્વાસ્થ્ય છેલ્લા કેટલાક મહિનાથી સારું નહોતું. 20-25 દિવસ પહેલા સ્થિતિ વધારે  બગડી. મંગળવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કાર સાંજે થલતેજ શ્મશાન ઘાટમાં કરવામાં આવ્યા.

રાજસ્થાન અને અમેરિકામાં કરી સ્ટડી, JNUના કુલપતિ રહ્યા
1939માં ચકવાલ (હવે પાકિસ્તાન)માં જન્મેલા યોગિંદર અલઘે રાજસ્થાન વિશ્વવિદ્યાલયમાં અધ્યયન કર્યું અને પછી પેંસિલ્વેનિયા વિશ્વવિદ્યાલય (University of Pennsylvania)માંથી અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની ઉપાધિ મેળવી. તેમણે આઇઆઇએમ કલકત્તા (IIM-Calcutta) સહિત પ્રતિષ્ઠિત ભારતીય અને વિદેશી વિશ્વવિદ્યાલયોમાં અર્થશાસ્ત્ર ભણાવ્યું અને જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલય (JNU) દિલ્હીના કુલપતિ (વાઈસ ચાન્સેલર) તરીકે પણ કામ કર્યું.

શિક્ષણ જગત અને નીતિ નિર્માણ જગતમાં ધ્યાન આપનારા અર્થશાસ્ત્રી હતા
અલઘ કદાચ અર્થશાસ્ત્રીઓની તે સમયના અંતિમ પ્રતિનિધિ હતા, જેમણે શિક્ષણ જગત અને નીતિ નિર્માણના વિશ્વમાં અત્યંત ઉત્સાહ અને આનંદથી પોતાના પગલા લીધા હતા, અને જેમણે, મોટાભાગના લોકોથી વિપરીત, પોતાના રસને અર્થવ્યવસ્થાના એક ખાસ ક્ષેત્ર સુધી સીમિત નથી કર્યા.

આ પણ વાંચો : Demonetisation: SCએ કેન્દ્ર અને RBIને નોટબંધી સંબંધિત રેકોર્ડ રજૂ કરવા કહ્યું

80ના દાયકામાં કૃષિ મૂલ્યની મુદ્દલ પર કામ કર્યું
1980ના દાયકા દરમિયાન, તેમણે કૃષિ મૂલ્ય આયોગ (APC)ની સાથે-સાથે ઔદ્યોગિક મુદ્દલ અને મૂલ્ય બ્યૂરોનું નેતૃત્વ કર્યું. એપીસી (જેને હવે કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગ કહેવામાં આવે છે)ના અધ્યક્ષ તરીકે, તેમણે પોતાનું અર્થમિતિ પ્રકોષ્ઠ બનાવ્યું, જે જુદા પાક માટે ન્યૂનતમ સર્મથન મૂલ્યની ભલામણ કરે છે અને ચર્ચાને પ્રોત્સાહિત કરવાની દ્રષ્ટિએ પોતાનો રિપૉર્ટ પણ જાહેર કરે છે.

આ પણ વાંચો : Maharashtra: મુંબઈના આ ત્રણ મોટા સ્ટેશનને ઉડાડવાની ધમકી, શખ્સની ધરપકડ

યોજના કમિશનના પણ સભ્ય રહ્યા
1996-98 સુધી તેમણે ભારત સરકાર વીજ યોજના અને કાર્યક્રમ કાર્યન્વયી મંત્રી તરીકે પણ કામ કર્યું. અલઘ યોજના કમિશનના પણ સભ્ય હતા.

આ પણ વાંચો : Maharashtra: જંગલમાં મળ્યો મૃત વાઘ, કેવી રીતે ગયો વાઘનો જીવ? જાણો

ઇન્ડિયન એક્સપ્રેસે છેલ્લે જાન્યુઆરી 2022માં અમદાવાદમાં સુરધરા બંગલો (Surdhara Bungalows)માં તેમના નિવાસસ્થાને પ્રૉફેસર અલઘની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ગુજરાતની અર્થવ્યવસ્થા અને વાઈબ્રેન્ટ ગુજરાત શિખર સમ્મેલન વિશે વિસ્તારથી વાત કરી. પ્રૉફેસર યોગિંદર કે. અલઘે વાતચીત દરમિયાન કહ્યું, "હું 40-45 વર્ષથી ધ ઇન્ડિયન એક્સપ્રેસ કે ફાઇનાન્શિયલ એક્સપ્રેસ માટે લખતો રહ્યો છું."

national news