તામિલ ભાષા ન આવડ્યાનો વસવસો : નરેન્દ્ર મોદી

01 March, 2021 12:19 PM IST  |  New Delhi | Mumbai correspondent

તામિલ ભાષા ન આવડ્યાનો વસવસો : નરેન્દ્ર મોદી

તામિલ ભાષા ન આવડ્યાનો વસવસો : નરેન્દ્ર મોદી

ગઈ કાલે ‘મન કી બાત’ના વાર્તાલાપ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી જૂની ભાષા ‘તામિલ’ ન આવડ્યાનો વસવસો વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘થોડા દિવસો પહેલાં હૈદરાબાદનાં અપર્ણા રેડ્ડીએ પૂછેલા પ્રશ્નને કારણે હું મારી ઊણપો વિશે વિચારતો થઈ ગયો હતો. અપર્ણાજીએ પૂછ્યું હતું કે તમે આટલાં વર્ષ વડા પ્રધાન રહ્યા અને તે પહેલાં મુખ્ય પ્રધાનપદે પણ રહ્યા, તેમ છતાં તમને જીવનમાં કંઈ ખૂટતું હોય કે કોઈ ઊણપ રહી ગઈ હોય એવું લાગે છે? એ સવાલ જેટલો સરળ એટલો જ મુશ્કેલ હતો. એ બાબતમાં ઘણું વિચાર્યા પછી મને લાગ્યું કે વિશ્વની સૌથી જૂની, દુનિયાભરમાં લોકપ્રિય અને અત્યંત સુંદર ભાષા ‘તામિલ’ હું ન શીખ્યો એ મારા જીવનની ઊણપ ગણી શકાય. તામિલ સાહિત્ય અદ્ભુત અને સમૃદ્ધ છે.’

national news narendra modi