Aadhar Cardમાં આ રીતે અપડેટ કરાવો તમારો નવો મોબાઇલ નંબર, થશે આ લાભ

26 July, 2020 03:39 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

Aadhar Cardમાં આ રીતે અપડેટ કરાવો તમારો નવો મોબાઇલ નંબર, થશે આ લાભ

આધાર કાર્ડ

આધાર કાર્ટ વ્યક્તિનો સૌથી મહત્વનો દસ્તાવેજ બની ગયો છે. કેટલાય સરકારી તેમજ ખાનગી કાર્યો માટે આધાર કાર્ડની જરૂરિયાત હોય છે. તો કેટલાય મુખ્ય દસ્તાવેજોની સાથે આધાર કાર્ડ લિન્ક કરાવવું પણ અનિવાર્ય થઈ ગયું છે. આધારની ઑનલાઇન સેવાઓ પ્રાપ્ત કરવા માટે આધાર કાર્ડ ધારકે પોતાનો મોબાઇલ નંબર UIDAI સાથે રજિસ્ટર કરાવવાનો હોય છે. આધાર કાર્ડ માટે નામાંકન કરાવતી વખતે વ્યક્તિને પોતાનો મોબાઇલ નંબર UIDAI સાથે રજિસ્ટર કરાવી લેવું જોઇએ.

જો કાર્ડધારકે નામાંકન સમયે પોતાનો મોબાઇલ નંબર રજિસ્ટર નથી કરાવ્યો છે અથવા કાર્ડધારક પોતાનો નવો મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે રજિસ્ટર કરાવવા માગે છે, તો આ માટે કાર્ડધારકને સ્થાઇ નામાંકન કેન્દ્ર જવાનું હોય છે. તો જાણો આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર રજિસ્ટર કરાવવાની કઈ પ્રક્રિયા છે. આવેદકને પોતાના આધારમાં મોબાઇલ નંબર અપડેટ અથવા રજિસ્ટર કરાવવા માટે કોઇપણ દસ્તાવેજ જમા કરાવવાની જરૂર હોતી નથી.

1. કાર્ડધારકે સૌથી પહેલા ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI)ની વેબસાઇટ પર જવું. અહીં કાર્ડધારકને 'માય આધાર' ટૅબ પર જઈને 'લોકેટ એન એનરૉલમેન્ટ સેંટક' પર ક્લિક કરવું. હવે એક પેજ ખુલશે જ્યાંથી સંબંધિત માહિતી ઉપલબ્ધ કરાવી કાર્ડધારકે પોતાના નજીકના નામાંકન કેન્દ્રનું સરનામું મેળવી શકો છો.

2. હવે કાર્ડધારકને નામાંકન કેન્દ્ર પર જવાનું રહેશે અને આધાર સુધાર ફૉર્મ ભરવાનું રહેશે.

3. આ ફૉર્મમાં કાર્ડધારકે પોતાનો તે એક્ટિવ મોબાઇલ નંબર નોંધાવવાનો રહેશે, જે તે આધારમાં અપડેટ કરાવવા માગે છે.

4. હવે કાર્ડધારકે આ ફૉર્મ સબમિટ કરવાનું રહેશે અને પ્રમાણિકરણ માટે પોતાના બાયૉમેટ્રિક્સ આપવાના રહેશે.

5. હવે કાર્ડધારકને એક સ્લિપ મળશે. આ સ્લિપમાં એક અપડેટ રિક્વેસ્ટ નંબર (URN)આપવામાં આવ્યો હશે.

6. કાર્ડધારક આ URNનો ઉપયોગ આધાર અપડેશનના સ્ટેટસને ટ્રેક કરવા માટે કરી શકો છો.

national news Aadhar