ઈદ પર ગાયની કતલ નહીં કરવાની ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની અપીલ

24 October, 2012 05:02 AM IST  | 

ઈદ પર ગાયની કતલ નહીં કરવાની ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની અપીલ

બોર્ડના વાઇસ પ્રેસિડેન્ટ અને મુસ્લિમ અગ્રણી મૌલાના સૈયદ કાલ્બે સાદિકે ગઈ કાલે હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચે નહીં એ માટે આગામી ઈદ-ઉલ-અઝાના તહેવારના દિવસે મુસ્લિમભાઈઓને ગાયની કતલ નહીં કરવા જણાવ્યું હતું.

મૌલાના સાદિકે કહ્યું હતું કે ‘આપણે એક એવા દેશમાં રહીએ છીએ, જ્યાં હિન્દુઓ બહુમતીમાં છે અને તેમની ધાર્મિક લાગણીઓનું માન જળવાય એ જરૂરી છે. તેથી આગામી ઈદ-ઉલ-અઝાના દિવસે એક પણ ગાયની કતલ નહીં કરવા મારી અપીલ છે.’

તેમણે એમ પણ કહ્યું હતું કે આઝાદી બાદ શિયા મુસ્લિમોએ એક ફતવો બહાર પાડીને ગાયની કતલ પર પ્રતિબંધ મૂક્યો હતો. એ પછી આ ફતવાનું પાલન કરવામાં આવી રહ્યું છે. ઉત્તર પ્રદેશના દેવબંદમાં આવેલી મુસ્લિમોની અન્ય એક અગ્રણી ધાર્મિક સંસ્થા દાર-ઉલ-ઉલુમના વાઇસ ચાન્સેલર અબ્દુલ ખલિક મદ્રાસીએ પણ જે રાજ્યોમાં ગૌહત્યા પ્રતિબંધિત હોય ત્યાં ગાયની કતલ નહીં કરવા મુસ્લિમોને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે હિન્દુઓ ગાયને પવિત્ર માને છે તેથી મુસ્લિમોએ એની કતલ કરવી જોઈએ નહીં.