ઝીરો ટોલરન્સ પૉલિસીથી ઘુસણખોરીમાં 43 ટકા ઘટાડો: સરકાર

09 July, 2019 09:21 PM IST  | 

ઝીરો ટોલરન્સ પૉલિસીથી ઘુસણખોરીમાં 43 ટકા ઘટાડો: સરકાર

ઝીરો ટોલરન્સ પૉલિસીથી ઘુસણખોરીમાં 43 ટકા ઘટાડો

 મોદી સરકાર આતંકવાદને લઈને પોતાની આક્રમકતા બતાવી ચૂકી છે જેની અસર જમ્મુ કાશ્મીરમાં જોવા મળી છે. કેન્દ્ર સરકારના આંકડા અનુસાર બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલ એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાન તરફથી કરવામાં આવતી ઘુસણખોરીમાં 43 ટકાનો ઘટાડો થયો છે. ગૃહ મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા એક જવાબમાં કહેવામા આવ્યું છે કે, ભારતીય સુરક્ષા દળોની કડક કાર્યવાહી અને ઝીરો ટોલરન્સ પૉલિસીના કારણે જન્મુ-કાશ્મીરમાં વર્ષ 2018ની સરખામણીએ 2019ના પહેલા છ મહિનામાં સુરક્ષા વ્યવસ્થામાં સુધારો આવ્યો છે.

કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં એક સવાલના જવાબમાં જણાવ્યું કે, "સરહદ પારની ઘુસણખોરી બાબતે સરકારે 'ઝીરો ટોલેરન્સ' નીતિ અપનાવેલી છે. ભારતીય સુરક્ષા દળોની કડક કાર્યવાહીના કારણે જન્મુ-કાશ્મીરમાં વર્ષ 2018ની સરખામણીએ વર્ષ 2019ના પ્રથમ છ મહિનામાં સુરક્ષા વ્યવસ્થામાં સુધારો થયો છે. પાકિસ્તાન તરફથી ભારતમાં થતી ઘુસણખોરીમાં 43%નો ઘટાડો નોંધાયો છે."

પ્રશ્નનો જવાબ આપતા તેમણે જણાવ્યું કે, "ભારત સરકારે રાજ્ય સરકાર સાથે મળીને સરહદ પારથી કરવામાં આવતી ઘુસણખોરી રોકવા માટે વિવિધ પક્ષીય પગલાં લીધાં છે. જેમાં આંતરરાષ્ટ્રીય સરહદ, નિયંત્રણ રેખા પર ત્રીસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ સાથે જ સરહદ ઉપર તારની વાડ ઊભી કરવી, ઈન્ટેલિજન્સ વ્યવસ્થા વધુ ગાઢ કરવી, સુરક્ષા દળોને પુરતા સાધનો ફાળવવા અને સુરક્ષા દળો વચ્ચે કો-ઓર્ડિનેશન પણ મજબૂત બનાવવામાં આવ્યું છે."

national news