નોઈડામાં ખુલ્લામાં નમાજ પઢવા પર પ્રતિબંધ, પોલીસની લેવી પડશે મંજૂરી

25 December, 2018 05:17 PM IST  | 

નોઈડામાં ખુલ્લામાં નમાજ પઢવા પર પ્રતિબંધ, પોલીસની લેવી પડશે મંજૂરી

નોએડામાં ખુલ્લામાં નમાજ પઢવા પર પ્રતિબંધ

ઉત્તરપ્રદેશના નોઈડામાં ખુલ્લામાં નમાજ નહીં પઢી શકાય કે નહીં કોઈ ધાર્મિક આયોજન કરી શકાય. ગૌતમબુદ્ધનગરના SPP ડૉક્ટર અજય પાલ શર્માએ કંપનીઓને પત્ર લખીને નિર્દેશો આપ્યા છે. જેનું ઉલ્લંઘન થશે તો કંપની જવાબદાર ગણાશે. નોઈડાના સેક્ટર-58માં મંજૂરી વિના નમાજ પઢવા પર પોલીસે આદેશ જાહેર કર્યા છે. આ આદેશ કોઈ પણ ધાર્મિક આયોજન માટે છે. એ પણ જાણકારી મળી છે કે નોઈડાના સેક્ટર-58ના કોતવાલી ક્ષેત્રના એક પાર્કને લઈને વિવાદ છે. ત્યાં જ આધિકારીક પુષ્ટિની વાત કરીએ તો આખા નોઈડામાં કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોવાનો પોલીસે ઈન્કાર કર્યો છે.

તમામ કંપનીઓ માટે છે આ સૂચના

SSP અજય પાલ શર્માના પ્રમાણે, નોઈડા સેક્ટર 58માં ખુલ્લા સ્થળો પર ધાર્મિક કાર્યક્રમો નહીં કરી શકાય. આ નોટિસના સંબંધમાં SSPનું કહેવું છે કે સેક્ટર 58માં નોઈડા પ્રાધિકરણ પાર્ક છે. આ પાર્કમાં ધાર્મિક આયોજન માટે કેટલાક લોકોએ પરવાનગી માંગી હતી, પરંતુ તેની મંજૂરી હજુ સુધી સિટી મેજિસ્ટ્રેટે નથી આપી. મંજૂર નહ હોવા છતાં ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે આયોજનની હજુ સુધી મંજૂરી નથી આપવામાં આવી. આ જ સૂચના તમામ કંપનીઓને પણ આપવામાં આવી છે.

SSPનું કહેવું છે કે આ સૂચના કોઈ એક ધર્મ માટે નથી, તમામ લોકો માટે છે. તમામ લોકો પાસેથી આશા રાખવામાં આવી રહી છે કે ગૌતમબુદ્ધનગર પોલીસની શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવામાં મદદ કરશે.

આ છે પોલીસનો પક્ષ

કંપનીઓએ જાહેર કરેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ પ્રશાસન સેક્ટર-58 ઑથોરિટી પાર્કમાં શુક્રવારે નમાજ સહિતની કોઈ પણ ધાર્મિક ગતિવિધિ કરવાની પરવાનગી નથી આપતું. સંબંધિત કંપનીઓને આપવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે 'તમારી કંપનીના કર્મચારીઓ પાર્કમાં નમાજ વાંચે છે, ક્ષેત્રના પોલીસ અધિકારીએ નમાજ ન પઢવાના નિર્દેશો આપ્યા છે. આ માટે સિટી મેજિસ્ટ્રેટે પણ અનુમતિ નથી આપી. તેમ છતાં પણ જો કોઈ પાર્કમાં નમાજ પઢશે તો તેના માટે કંપનીને જવાબદાર ઠેરવવામાં આવશે'.

આ છે અસલ સમસ્યા

પોલીસનું માનીએ તો સેક્ટર 58ના આ પાર્કમાં પહેલેથી જ કેટલાક લોકો શુક્રવારે નમાજ પઢવા જતા હતા. છેલ્લા કેટલાક અઠવાડિયાઓમાં નમાજ પઢવા આવનારાઓની સંખ્યામાં ખુબ જ વધારો થયો છે. આ પ્રકારની ગતિવિધિથી સ્થાનિક લોકોએ વાંધો ઉઠાવ્યો છે. જે બાદ આ નિર્દેશો આપવામાં આવ્યા છે.

noida