ઓબામાએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા વરિષ્ઠ નેતાઓએ કહ્યું આ...

13 November, 2020 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઓબામાએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા વરિષ્ઠ નેતાઓએ કહ્યું આ...

તસવીર સૌજન્યઃ એએનઆઈ

અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ તેમના પુસ્તકમાં રાહુલ ગાંધી વિશે ઘણી વાતો લખી છે. ઓબામાએ તેમની આત્મકથા ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’ (A promised Land) માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ઉલ્લેખ કર્યો છે, જોકે તેમણે જે રીતે ઉલ્લેખ કર્યો છે તે કોંગ્રેસના નેતાઓને ગમ્યુ નથી.

ઓબામાએ પોતાની આત્મકથા ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’માં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નર્વસ અને ઓછા વ્યવહારુ ગણાવ્યા હતા. પુસ્તકમાં ઓબામાએ ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનો પણ ઉલ્લેખ કર્યો છે.

તેમણે લખ્યું છે કે, ‘રાહુલ ગાંધી એવા વિદ્યાર્થી છે કે જેમણે અભ્યાસ કર્યોં છે અને તે શિક્ષકને પ્રભાવિત કરવા માટે ઉત્સુક છે, પરંતુ આતુરતા નથી અથવા આ વિષયમાં નિપુણતાનો અભાવ છે. તેમણે રાહુલ ગાંધીને ‘નર્વસ અને અનસેમ્પેટીક’ ગણાવ્યો હતો.

આ સામે કોંગ્રેસના જનરલ સેક્રેટરી રણદિપ સુર્જેવાલાએ આને રાહુલ ગાંધી વિરુદ્ધનું ‘સ્પોન્સર્ડ એજન્ડા’ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે એકાદ પુસ્તકમાં કોઈનો અંગત મત હોય તેના બાબતે ટિપ્પણી આપવી જોઈએ નહીં. ભૂતકાળમાં પણ લોકો અને એજન્સીઓએ નેતાઓને સાયકો અને માસ્ટર ડિવાઈડર ગણાવ્યા છે પરંતુ અમે પ્રતિક્રિયા આપી નથી.

કોંગ્રેસ નેતા અને પાર્ટી જનરલ સેક્રેટરી તારીખ અનવરે કહ્યું કે ઓબામા પ્રેસિડેન્ટ હતા તે પછી રાહુલ ગાંધીના વ્યક્તિત્વમાં ફેરફાર આવ્યો છે. તમે કોઈની સાથે અમૂક જ મુલાકાત લઈને તેની આકારણી કરી શકો નહીં.

તેમણે ઉમેર્યું કે, બરાક ઓબામા અને રાહુલ ગાંધી આઠથી 10 વર્ષ પહેલા અમૂક જ વખત મળ્યા છે. સમય જતા રાહુલ ગાંધીએ ઘણો અનુભવ મેળવ્યો છે.

તામિલનાડુના વિરધુનકરના સંસદસભ્ય મનીક્કમ ટાગોરે કહ્યું કે, હું વર્ષ 2009થી બરાક ઓબામાને ફોલો કરતો હતો પણ હવે મે તેમને અનફોલો કરવાનું નક્કી કર્યું છે. કારણ કે તેમણે ભારતના રાજકીય નેતાઓ માટે જે શબ્દો વાપર્યા છે તે એક ખરો ભારતીય ક્યારેય સહન કરી લેશે નહીં. તમે પણ બરાક ઓબામાને અનફોલો કરશો?

congress rahul gandhi barack obama national news