નવા વર્ષે પ્રવાસીઓને ભારત દર્શન સ્પેશ્યલ ટૂરિસ્ટ ટ્રેનની રેલવેની ભેટ

24 December, 2011 04:40 AM IST  | 

નવા વર્ષે પ્રવાસીઓને ભારત દર્શન સ્પેશ્યલ ટૂરિસ્ટ ટ્રેનની રેલવેની ભેટ


૧૧ દિવસનો રૂટ ધરાવતી આ ટ્રેનનો પ્રવાસ ચંડીગઢથી શરૂ થશે અને અમદાવાદમાં પૂરો થશે. આ ટ્રેનનો પ્રવાસ ૨૫ ડિસેમ્બરે ચંડીગઢથી શરૂ થશે અને એ વાયા દિલ્હી કેન્ટોનમેન્ટ થઈને ૪ જાન્યુઆરીએ અમદાવાદ પહોંચશે. આ પ્રવાસ દરમ્યાન ટ્રેન મહત્વના ટૂરિસ્ટ સ્પૉટ પર હૉલ્ટ કરશે. આ ટ્રેનમાં પ્રવાસ કરતા પ્રવાસી પાસે ૫૬૪૩ રૂપિયા જેટલો ચાર્જ લેવામાં આવશે અને આ પૅકેજમાં ટ્રાવેલ, ફૂડ તેમ જ ટ્રાન્સર્પોટ ફૅસિલિટીના ખર્ચને આવરી લેવામાં આવશે. આ ભારત દર્શન સ્પેશ્યલ ટૂરિસ્ટ ટ્રેનનું બુકિંગ આઇઆરસીટીની વેબસાઇટ પર ઑનલાઇન પણ કરી શકાશે.