લૉ મિનિસ્ટ્રી PO નથી,ન્યાયાધીશોની નિમણૂકોમાં સમાન હિસ્સેદાર:કાયદાપ્રધા

04 June, 2019 11:11 AM IST  |  દિલ્હી

લૉ મિનિસ્ટ્રી PO નથી,ન્યાયાધીશોની નિમણૂકોમાં સમાન હિસ્સેદાર:કાયદાપ્રધા

રવિશંકર પ્રસાદ

કેન્દ્રીય લૉ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે હાલમાં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે લૉ મિનિસ્ટ્રી એ કંઈ પોસ્ટ-ઑફિસ નથી. ન્યાયાધીશોની નિમણૂક કરવા માટે લૉ મિનિસ્ટ્રી પણ કેટલાક હક ધરાવે છે. વાત એમ છે કે સરકાર તાત્કાલિક ધોરણે નીચલી ર્કોટમાં ચાલી રહેલા કેસનો ઉકેલ લાવવા જજની નિમણૂક કરવાના મૂડમાં છે અને એ માટે એ સુપ્રીમ ર્કોટ અને હાઈ ર્કોટ સાથે ચર્ચા પણ કરશે.

મોદી સરકારે અનેક વાર પોતાની પાછલી ટર્મમાં જજની નિમણૂક અંગે સુપ્રીમ ર્કોટની સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણોને રદ કરી હતી. સમગ્ર દેશમાં અંદાજે ૫૦૦૦ જેટલા જજની જગ્યા ખાલી પડી છે. આ જગ્યા પર ભરતી કરવા માટે મેરિટના આધારે નિમણૂક કરવામાં આવશે. ૨૦૧૮ની ૩૦ સપ્ટેમ્બર સુધી જિલ્લાસ્તરે જુડિશ્યલ ઑફિસર અને સબ-ઑર્ડિનેટોની કુલ સંખ્યા ૨૨,૬૪૪ જેટલી છે. જિલ્લાસ્તરે ખાલી પડેલી ખુરસીઓ ભરવાની જવાબદારી સુપ્રીમ ર્કોટ અને રાજ્ય સરકારની છે.

ઑગસ્ટ ૨૦૧૮માં લૉ મિનિસ્ટરે દરેક હાઈ ર્કોટના ચીફ જસ્ટિસને પત્ર લખી જજની ખાલી રહેલી જગ્યાઓનું સ્ટેટસ નિયમિત રૂપે તપાસતા રહેવા જણાવ્યું હતું અને હાલમાં સરકાર આ વિશે કામ કરી રહી હોવાનું પ્રસાદનું કહેવું છે. વાસ્તવમાં જજની નિમણૂકની પ્રક્રિયા વધુ પારદર્શક બની રહે એ માટે સરકાર કામ કરી
રહી છે.

સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મનો ખોટો ઉપયોગ ન થવો જોઈએ : પ્રસાદ

નવા ટેલિકૉમ મિનિસ્ટરે સત્તા પર આવતાં જ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મને જણાવી દીધું છે. તેઓ પોતાના પ્લૅટફૉર્મનો ઉપયોગ આતંકવાદ અથવા કોઈ ખોટા કામ માટે ન થાય એનું ખાસ ધ્યાન રાખે. આપણા દેશમાં બોલવાનો અને પોતાની વાતને એક્સપ્રેસ કરવાનો અધિકાર દરેકને છે, પણ એમાં કેટલીક મર્યાદા છે. ગયા વર્ષે જ આઇટી મિનિસ્ટરે સોશ્યલ મીડિયા અને ઑનલાઇન કપંનીઓ માટે નિયમોમાં સખતાઈ લાવવાનું શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચોઃ માયાવતીનો હુંકાર : નવ વર્ષ બાદ BSP એકલા હાથે વિધાનસભાની પેટાચૂંટણી લડશે

ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીના બાકી રહેલા મુદ્દાઓ પર ચર્ચા કરાશે : ટેલિકૉમ પ્રધાન

ટેલિકૉમ પ્રધાન રવિશંકર પ્રસાદે આશ્વાસન આપ્યું છે કે ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીમાં જે કંપનીઓને નાણાકીય તકલીફો વેઠવી પડી રહી છે એમની સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે મોબાઇલ સેક્ટરમાં વૉઇસ અને ડેટા યુસેઝનો જબરદસ્ત ગ્રોથ થયો હોવાને કારણે કેટલીક ટેલિકૉમ કંપનીઓને લાભ થયો છે જ્યારે કેટલીક કંપનીઓનું દેવાળું નીકળી ગયું છે. ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીમાં રિલાયન્સ જીઓ આવ્યા બાદ ગળાકાપ સ્પર્ધા શરૂ થતાં ઍરટેલ, વોડાફોન જેવી કંપનીઓના પાયા હચમચી ગયા છે.

national news ravi shankar prasad