રથયાત્રા 2019: પુરીમાં ભગવાનની સ્નાન યાત્રા, જગન્નાથ જશે એકાંતવાસમાં

17 June, 2019 11:30 AM IST  |  પુરી

રથયાત્રા 2019: પુરીમાં ભગવાનની સ્નાન યાત્રા, જગન્નાથ જશે એકાંતવાસમાં

જગતના નાથનો જળાભિષેક

ઓરિસ્સાના પુરીમાં વિશ્વર પ્રસિદ્ધ જગન્નાથ યાત્રાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે. રથયાત્રાનો આરંભ ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાની સ્નાન યાત્રાથી થાય છે, તેને દેવ સ્નાન પૂર્ણિમાં પણ કહે છે. જેઠ મહિનાની પૂર્ણિમાના દિવેસ વૈદિક મંત્રોચ્ચારણ સાથે તેમને સ્નાન મંડપમાં લાવવામાં આવે છે.

ભગવાનનો જળાભિષેક
સ્નાન મંડપના પરિસરમાં આવેલા સુના કુઆ(સોનાના કુવા)માંથી વર્ષમાં એક વાર આ પવિત્ર સ્નાન માટે 108 ઘડા પાણી કાઢવામાં આવે છે. આ તમામ ઘડાનો ભોગ મંડપમાં રાખવામાં આવે છે અને મંદિરના પુજારી આ ઘડાના જળને હળદર, જવ, ચોખા, ચંદન, ફૂલો અને સુગંધથી પવિત્ર કરે છે. જે બાદ આ ઘડાઓને સ્નાન મંડપમાં લઈ જઈને વિધિવત રીતે ત્રણેય ભાઈ બહેનને સ્નાન કરાવવામાં આવે છે. તેને જળાભિષેક કહેવામાં આવે છે.

હાથી વેષ
સ્નાન બાદ ભગવાન જગન્નાથ અને બળભદ્રને હાથીના વેષ વાળા પોષાકોથી સુસજ્જિત કરવામાં આવે છે, જ્યારે બહેન સુભદ્રાને કમળવાળા પોષાક પહેરાવવામાં આવે છે. સ્નાન યાત્રા દરમિયાન ભગવાનના દર્શન માટે દુનિયાભરના શ્રદ્ધાળુઓ આવે છે. એવી માન્યતા છે કે આ પવિત્ર દિવસે ભગવાનના દર્શન કરવાથી તેમના તમામ પાપ ધોવાઈ જાય છે.

સ્નાન બાદ બીમાર પડે છે ભગવાન
પૌરાણિક માન્યતાઓ અનુસાર, વધુ સ્નાનના કારણે ભગવાન અને બંને ભાઈબહેન બીમાર પડી જાય છે. જેના કારણે તેમને એકાંતવાસમાં રાખવામાં આવે છે, રાજવૈદ્ય તેમનો ઈલાજ કરે છે. 15 દિવસો સુધી કોઈ પૂજા નથી થતી, 15 દિવસો સુધી આરામ કર્યા બાદ ભગવાન અને ભાઈ-બહેનનો ભવ્ય શણગાર કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ રથયાત્રાઃભગવાન જગન્નાથની મંગળા આરતીમાં હાજરી આપશે અમિત શાહ


4 જુલાઈએ ધૂમધામથી નીકળશે રથયાત્રા
ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેન આજથી 15 દિવસ બાદ 3 જુલાઈએ એકાંતવાસથી બહાર નીકળશે અને દુનિયાભરથી આવેલા ભક્તોને દર્શન આપશે.

orissa national news