દિલ્હીમાં વિદેશી યુવતી પર વધુ એક ગૅન્ગ-રેપ

23 December, 2012 04:24 AM IST  | 

દિલ્હીમાં વિદેશી યુવતી પર વધુ એક ગૅન્ગ-રેપ



ચાલુ બસમાં ગૅન્ગ-રેપની ઘટનાએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે ત્યારે દિલ્હીમાં આવી વધુ એક બર્બર ઘટના બની છે. શુક્રવારે રાત્રે અમેરિકી મૂળની યુવતી પર બે યુવકોએ પાશવી બળાત્કાર કર્યો હતો. આ ઘટના સાઉથ દિલ્હીના માલવીયનગર વિસ્તારમાં બની હતી. ગૅન્ગ-રેપ બાદ ૨૫ વર્ષની યુવતીને મદનમોહન માલવીય હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુવતીના પ્રાઇવેટ પાર્ટના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ છે. ગઈ કાલે દિલ્હીનાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ છાયા શર્માએ આ ઘટના વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે ભાષાના પ્રૉબ્લેમને કારણે યુવતી સાથે સરખી રીતે વાત થઈ શકી નથી એટલે વાત કરવા તેના મિત્રોને બોલાવવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે ‘યુવતી થોડા સમય પહેલાં જ દિલ્હી ફરવા આવી હતી. શુક્રવારે રાત્રે સાડાદસ વાગે તે માલવીયનગરમાં ઘરે પાછી ફરી રહી હતી ત્યારે બે યુવકોએ તેના પર ગૅન્ગ-રેપ કર્યો હતો. અંધારાને કારણે યુવતી બળાત્કારીઓનો ચહેરો પણ જોઈ શકી નહોતી. રેપ દરમ્યાન તેણે ચીસો પાડતાં કેટલાક રાહદારીઓએ પોલીસને જાણ કરી હતી.’