13 May, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રણવીર અલહાબદીયાની પોસ્ટ
રણવીર અલહાબદીયાની તાજેતરની `ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટ` કૉન્ટ્રોવર્સીને લોકો હજી ભૂલ્યા નથી અને ત્યાં એવું લાગી રહ્યું છે કે કે હવે બીજા કૉન્ટ્રોવર્સીનો સમય આવી ગયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર પોતાના વિચારો શૅર કર્યા પછી રણવીર ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. હાલમાં ડિલીટ કરાયેલી પોસ્ટમાં, રણવીર અલહાબદીયાએ `પાકિસ્તાની ભાઈઓ અને બહેનો` ની માફી માગી છે, જેના કારણે તે ફરીથી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે, અને નેટીઝન્સ તેની ટિપ્પણી માટે તેની ટીકા કરી રહ્યા છે.
પ્રખ્યાત યુટ્યુબર અને પૉડકાસ્ટર રણવીર અલહાબદીયા કોઈને કોઈ કારણોસર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં, યુટ્યુબર્ ફરી એકવાર સોશિયલ મીડિયા પર વિવાદમાં ફસાઈ ગયો છે. હકીકતમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના વાતાવરણમાં, રણવીરે કંઈક એવું પોસ્ટ કર્યું જેના માટે તેને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
રણવીરે પાકિસ્તાનીઓની માફી માગતી પોસ્ટ શૅર કરી હતી, જે યુઝર્સને બિલકુલ પસંદ આવી ન હતી. ૧૦ મેના રોજ રણવીરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી પોસ્ટ શેર કરી. તે પોસ્ટ્સમાંથી એકમાં તેણે લખ્યું, "પ્રિય પાકિસ્તાની ભાઈઓ અને બહેનો, હું જાણું છું કે આ પોસ્ટ માટે મને ઘણા ભારતીયોની નફરતનો સામનો કરવો પડશે, પરંતુ એ કહેવું મહત્ત્વપૂર્ણ છે કે મારા હૃદયમાં તમારા લોકો માટે કોઈ નફરત નથી. મારા જેવા ઘણા ભારતીયો શાંતિ ઇચ્છે છે."
રણવીરે પોસ્ટમાં માફી માગી
તેણે આગળ લખ્યું કે "આપણે બધા જાણીએ છીએ કે ખરેખર પાકિસ્તાનની સરકાર કોણ ચલાવે છે. તમારી સેના અને તમારી ગુપ્તચર એજન્સી (ISI). આ બે ખલનાયકોએ માત્ર પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને નુકસાન જ નહીં પરંતુ ભારત પર આતંકવાદી હુમલાઓ માટે પણ જવાબદાર છે. જો તમને લાગે કે અમે (ભારતીય) નફરત ફેલાવી રહ્યા છીએ તો હું હૃદયથી માફી માગુ છુ."
સોશિયલ મીડિયા પ્રતિક્રિયા
જો કે, આ પોસ્ટ પર વિવાદ વધતાં રણવીરે તેને ડિલીટ કરી દીધી. યુઝર્સે પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરીને રણવીરને સોશિયલ મીડિયા પર ઘેરી લીધો હતો. એક યુઝરે ટિપ્પણી કરી, "ટુ જેલમાં જ ઠીક હતો." બીજાએ મજાક ઉડાવી, "હવે તને ડર લાગે છે? તે પોસ્ટ કેમ ડિલીટ કરી?" આ સિવાય બીજા એક યુઝરે કહ્યું, "ત્યારે પાકિસ્તાનમાં જ રહેવું જોઈએ." તે જ સમયે, ઘણા યુઝર્સે તેને અનફોલો કરવાની વાત કરી.
તમને જણાવી દઈએ કે, રણવીર અલ્હાબાદિયા અગાઉ પણ યુટ્યુબર સમય રૈનાના શો `ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટ`માં આપેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં આવી ચૂક્યો છે. આ શોને કારણે તેને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. અને બંને સામે FIR નોંધાઈ હતી અને કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવી હતી.