08 March, 2025 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીર અલાહાબાદિયા, ઇન્ફ્લુએન્સર અપૂર્વા માખીજા
‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોમાં અશ્લીલ ટિપ્પણી કરવા બદલ પોલીસકેસનો સામનો કરી રહેલા જાણીતા યુટ્યુબર અને પૉડકાસ્ટર રણવીર અલાહાબાદિયા, ઇન્ફ્લુએન્સર અપૂર્વા માખીજા, યુટ્યુબર આશિષ ચંચલાણી, સ્ટૅન્ડ-અપ કૉમેડિયન જસપ્રીત સિંહ સહિતની સોશ્યલ મીડિયા પર્સનાલિટી ગઈ કાલે નૅશનલ કમિશન ફૉર વુમન (NCW) સમક્ષ હાજર રહી હતી. શોમાં કરવામાં આવેલી બીભત્સ ટિપ્પણી બદલ તેમણે NCW સમક્ષ ખેદ વ્યક્ત કર્યો હતો. આ તમામ લોકો એક પછી એક કમિશનની સામે હાજર રહ્યા હતા. સૌથી વધારે પૂછપરછ રણવીર અને અપૂર્વાની કરવામાં આવી હતી. તેઓ NCWની ઑફિસમાંથી કલાકો બાદ બહાર આવ્યાં હતાં. સુપ્રીમ કોર્ટે રણવીર અલાહાબાદિયાને ધરપકડમાંથી રાહત આપ્યા બાદ તેણે નવી મુંબઈમાં આવેલી મહારાષ્ટ્ર સાઇબર સેલની ઑફિસમાં જઈને પોતાનું સ્ટેટમેન્ટ નોંધાવ્યું હતું.