રાજકીય સમ્માન સાથે રામવિલાસ પાસવાનનો પાર્થિવ દેહ પંચતત્વમાં વિલિન

10 October, 2020 06:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજકીય સમ્માન સાથે રામવિલાસ પાસવાનનો પાર્થિવ દેહ પંચતત્વમાં વિલિન

તસવીર સૌજન્યઃ એએનઆઈ

લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) નેતા અને કેન્દ્રિય પ્રધાન રામવિલાસ પાસવાન શનિવારે પંચતત્વમાં વિલીન થયા હતા. પટણાના દીધા સ્થિત જનાર્દન ઘાટમાં રાજકીય સન્માન સાથે તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું.

તેમના અંતિમ સંસ્કારમાં મુખ્ય પ્રધાન નીતીશ કુમાર, કેન્દ્રિય પ્રધાન રવિશંકર પ્રસાદ, ગિરિરાજ સિંહ, નિત્યાનંદ રાય, ઉપ મુખ્ય પ્રધાન સુશીલ મોદીએ તેમને શ્રદ્ધાંજલી આપી હતી. ઉપરાંત હજારો લોકોએ તેમને અંતિમ શ્રદ્ધાંજલી આપી હતી.

કેન્દ્રિય કેબિનેટ તરફથી કેન્દ્રિય પ્રધાન રવિશંકર પ્રસાદ ઉપસ્થિત હતા, તેમણે કહ્યું કે, આ સમય પાસવાનનો જવાનો નહોતો.

ઘણાં સમયથી બીમાર LJP નેતા કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું હૉસ્પિટલમાં નિધન થયુ હતું. આ બાબતની માહિતી તેમના દીકરાએ ટ્વીટ કરીને આપી હતી.

પાસવાનની તાજેતરમાં જ હાર્ટ સર્જરી થઈ હતી. તેઓ 74 વર્ષના હતા. તેમના દીકરા ચિરાગ પાસવાને એક ટ્વીટ કરીને પિતાના નિધનની માહિતી આફી છે. તેમણે લખ્યું, "પાપા... હવે તમે આ વિશ્વમાં નતી પણ મને ખબર છે કે તમે જ્યાં પણ છો હંમેશાં મારી સાથે છો. Miss you Papa." પાસવાન, નરેન્દ્ર મોદીની નેતૃત્વ હેઠળની એનડીએ સરકારમાં ઉપભોક્ચા મામલે તથા ખાદ્ય અને નાગરિક આપૂર્તિ મંત્રી મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા હતા.

જનાર્દન ઘાટમાં તેમની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. પાસવાનને રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું. તેમના પુત્ર ચિરાગે અંતિમ સંસ્કારની વિધી કરી હતી. 

ram vilas paswan national news