રામ મંદિરની 2,000 ફૂટ નીચે દાટવામાં આવશે એક ટાઇમ કૅપ્સ્યૂલ, જાણો કારણ

27 July, 2020 12:38 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

રામ મંદિરની 2,000 ફૂટ નીચે દાટવામાં આવશે એક ટાઇમ કૅપ્સ્યૂલ, જાણો કારણ

અયોધ્યા રામ મંદિર (ફાઇલ ફોટો)

રામ મંદિર(Ram Mandir)ની જવાબદારી સંભાળતાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલે રવિવારે જણાવ્યું કે રામ મંદિરની હજારો ફૂટ નીચે એક ટાઇમ કૅપ્સ્યૂલ(Time Capsule) દાટવામાં આવશે, જેથી ભવિષ્યમાં મંદિર સાથે જોડાયેલા તથ્યોને લઈને કોઇપણ વિવાદ ન રહે. આ કૅપ્સ્યૂલમાં મંદિરનો ઇતિહાસ(History) અને તેની સાથે જોડાયેલા તથ્યો વિશે માહિતી હશે. કામેશ્વર ચૌપાલે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, 'રામમંદિરને લઈને ચાલતાં સંઘર્ષ અને સુપ્રીમ કૉર્ટ(Supreme Court)માં લાંબા સંઘર્ષે વર્તમાન અને આગામી પેઢીઓ માટે એક શીખ આપી છે. રામ મંદિર નિર્માણ સ્થળની 2000 ફૂટ નીચે એક ટાઇમ કૅપ્સ્યૂલ દાટવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઇપણ રામ મંદિરના ઇતિહાસનું અધ્યયન કરવા માગે તો તેને રામ જન્મભૂમિ સાથે જોડાયેલા તથ્યો મળી જશે અને આને કારણે કોઇ નવો વિવાદ ઊભો નહીં થાય.' તેમણે જણાવ્યું કે કૅપ્સ્યૂલને એક તામ્રપત્રની અંદર રાખવામાં આવશે.

ટ્રસ્ટમાં એકમાત્ર દલિત સભ્ય કામેશ્વર ચોપાલે કહ્યું કે 5 ઑગસ્ટના થનારા ભૂમિ પૂજન માટે દેશની ઘણી એવી પવિત્ર નદીઓ, જ્યાં માનવામાં આવે છે કે ભગવાન રામના પદ પડ્યા હતા, જળ અને અનેક તીર્થોમાઁથી માટી લાવવામાં આવી રહી છે. પવિત્ર જળથી ભૂમિ પૂજન દરમિયાન અભિષેક કરવામાં આવશે.

ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં 5 ઑગસ્ટના ભૂમિ પૂજન કરશે અને પાયાની ઇંટ રાખશે. કહેવામાં આવી રહ્યું છે કે સમારંભમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચીફ મોહન ભાગવત પણ હાજર રહેશે. સૂત્રો પ્રમાણે, ભૂમિ પૂજનને દીવાળીની જેમ ઉજવવાની યોજના છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દિવસે આખા દેશમાં બધાં ઘરોમાં અને મંદિરોમાં દીવા અને મીણબત્તીથી સજાવવાનું આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો : રામ મંદિર ભૂમિ પૂજન અટકાવવાની માગ, હાઇકૉર્ટે ફગાવી અરજી

ટ્ર્સ્ટે ગયા અઠવાડિયે બીજી બેઠક રાખી હતી. આ વર્ષે માર્ચમાં 'રામ લલા'ની મૂર્તિને એક અસ્થાઇ સ્થળે શિફ્ટ કરી દેવામાં આવી છે. સુપ્રીમ કૉર્ટે ગયા વર્ષે 9 નવેમ્બરના કેન્દ્ર સરકારને આ જમીન નિર્માણ માટે આપવાનું કહ્યું હતું, આની જવાબદારી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટને આપવામાં આવી.

national news ram mandir ayodhya ayodhya verdict