અયોધ્યામાં રામ મંદિરનો નકશો ફાઈનલ, કેવી હશે રૂપરેખા?

02 September, 2020 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અયોધ્યામાં રામ મંદિરનો નકશો ફાઈનલ, કેવી હશે રૂપરેખા?

ફાઈલ તસ્વીર

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કરવા માટે નકશો ફાઈનલ કરવા માટે અયોધ્યા ડેવલપમેન્ટ ઑથોરિટીની મીટિંગ પુરી થઈ છે. આ મીટિંગમાં સર્વાનુમતે મંદિરનો નકશો મંજૂર કરવામાં આવ્યો છે. રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિર બનાવવા ખર્ચ પેટે રૂ.2,11,33,184 જમા કરવાના છે.

ઉપરોક્ત રકમ ઉપરાંત રૂ.15,00,363 લેબર સેસના આપવાના રહેશે. ખર્ચની રકમ જમા થયા બાદ રામ મંદિર નિર્માણ કાર્ય શરૂ થશે. બોર્ડના અધ્યક્ષ કમિશ્નર એમપી અગ્રવાલના નેજા હેઠળ 2.74 લાખ સ્કેવર મીટર ઓપન એરિયા અને લગભગ 13000 સ્કેવર મીટર કવર્ડ એરિયાનો નકશો મંજૂર કરવામાં આવ્યો છે. 13000 કવર્ડ એરિયામાં જ રામ મંદિર બનશે. હાલ ડબલએમેંટ ખર્ચની ગણતરી કરવામાં આવી રહી છે.

ટ્રસ્ટે ડેવલપમેન્ટ વેરાની સાથે અનુરક્ષણ શુલ્ક, પર્યવેક્ષણ અને લેબર સેસ પણ ચૂકવવાનું રહેશે. વિકાસ શુલ્ક અને અન્ય શુલ્કથી લગભગ પાંચ કરોડ રૂપિયા આવવાની આશા છે. આમાં નિર્માણ ઉપર લાગનારા શ્રમિક સેસનો પણ સમાવેશ છે. ટ્રસ્ટ જે રકમ જમા કરાવશે તે ઈન્કમટેક્સ છૂટ બાદની છે. ટ્રસ્ટને એક લેટર મળશે તે પછી જ તેણે રકમ જમા કરવાની રહેશે. રકમ જમા થયા બાદ ઓથોરિટી ટ્રસ્ટને નકશો આપશે.

ram mandir ayodhya