24 November, 2023 09:55 AM IST | Rajouri | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ગઈ કાલે સિક્યૉરિટી ફોર્સિસના એક સર્ચ ઑપરેશન દરમ્યાન થયેલા ફાયરિંગમાં અફઘાનિસ્તાનમાં ટ્રેઇન્ડ લશ્કર-એ-તય્યબાના ટોચના કમાન્ડર સહિત બે આતંકવાદી ઠાર મરાયા હતા, જ્યારે એક સૈનિક શહીદ થયો હતો. આ સૈનિક શહીદ થવાની સાથે જ ધર્મસાલ બેલ્ટના બજિમાલ એરિયામાં બુધવારથી શરૂ થયેલા આતંકવાદ વિરોધી ઑપરેશનમાં શહીદ થનારા આર્મીના અધિકારીઓ-જવાનોની સંખ્યા પાંચ પર પહોંચી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે રાતે ફાયરિંગ અટકાવી દેવામાં આવ્યું હતું અને એ એરિયાને ઘેરી લેવામાં આવ્યો હતો. ગઈ કાલે સવારે ફાયરિંગ ફરી શરૂ થયું હતું, જેમાં બે આતંકવાદી ઠાર મરાયા હતા.